Western Times News

Gujarati News

દિલ્હી વિધાનસભાના પરિસરમાં સુરંગ બાદ ફાંસી ઘર એટલે કે હેંગિંગ હાઉસ મળી આવ્યું

નવીદિલ્હી, દિલ્હી વિધાનસભાના પરિસરમાં સુરંગ બાદ ફાંસી ઘર એટલે કે હેંગિંગ હાઉસ મળી આવ્યું છે.દિલ્હી વિધાનસભા સંકુલની અંદર એક ફાંસી ઘર મળી આવતા હંગામો મચી ગયો છે.

દિલ્હી એસેમ્બલીના સ્પીકર અને આમ આદમી પાર્ટીના નેતા રામ નિવાસ ગોયલે પુષ્ટિ કરી છે કે એક ખોખલી દિવાલ તોડી પાડવામાં આવ્યા બાદ ફાંસી ઘર મળી આવ્યું છે. ફાંસી ઘરનો અંદાજ ૨૦૧૬માં ટનલની શોધ થયા બાદ કરવામાં આવ્યો હતો, જે હવે ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ મળી આવ્યો છે.

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે. હેંગિંગ હાઉસ વિશે કેવી રીતે ખબર પડી? દિલ્હી સરકારની યોજના છે કે અંગ્રેજાેના જમાનાની ટનલ અને ફાંસી ઘર સામાન્ય લોકો માટે ખોલવામાં આવે.

આ ટનલ ઘણા સમય પહેલા દિલ્હી વિધાનસભાની જમીન નીચે મળી આવી હતી. એવું કહેવાય છે કે સુરંગ અને ફાંસી ઘર બંને બ્રિટિશ કાળની વાસ્તુકલા અનુસાર બનાવવામાં આવ્યા છે. રામ નિવાસ ગોયલે જણાવ્યું કે એક કાર્યકરએ તેમને એક દિવાલ વિશે જણાવ્યું જે પ્રમાણમાં નવી દેખાતી હતી. તેણે કહ્યું, “જ્યારે અમને દિવાલ ખોખલી દેખાતી હતી અને અમે તેને તોડવાનું નક્કી કર્યું, ત્યારબાદ આ ફાંસી ઘર મળી આવ્યું છે.

આ ટનલ સૌપ્રથમ ૨૦૧૬માં દિલ્હી વિધાનસભામાં મળી હતી. ટનલનું ઐતિહાસિક મહત્વ હજુ સ્થાપિત થયું નથી પરંતુ એવું અનુમાન છે કે આ ટનલ વિધાનસભાને લાલ કિલ્લા સાથે જાેડે છે. દિલ્હી વિધાનસભા (જૂના સચિવાલય)ને ઐતિહાસિક લાલ કિલ્લા સાથે જાેડતી બ્રિટિશ જમાનાની ટનલના મહિનાઓ પછી દિલ્હી વિધાનસભાના પરિસરમાં ફાંસીનો ઓરડો મળી આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.