Western Times News

Gujarati News

ગર્લ ફ્રેન્ડની પાંપણો ઊંચકી ફેસ રિકોગ્નાઈઝેશન લોક ઓપન કરી છેતરપિંડી

નેનિંગ, એક ચાઈનિઝ વ્યક્તિને તેની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાંથી ખોટી રીતે રુપિયાની ઉઠાંતરી કરવા માટે સાડા ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી. કોર્ટમાં જ્યારે સામે આવ્યું કે તેણે ચોરી કઈ રીતે કરી ત્યારે હાજર સૌ કોઈ પણ ચોંકી ગયા હતા. આ બોયફ્રેન્ડે જ્યારે તેની ગર્લફ્રેન્ડ ભર ઊંઘમાં સૂતી હતી ત્યારે તેની આંખોની પાંપણો ઉંચકીને તેના મોબાઈલ ફોનનું ફેસ રિકોગ્નાઈઝેશન લોક ઓપન કરી લીધું હતું.

જે બાદ તેણે મોબાઈલમાં રહેલી પેમેન્ટ એપ દ્વારા ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાંથી ૨૫ હજાર ડોલર એટલે કે હાલના ભાવ પ્રમાણે ૧૮,૯૭,૯૦૧ રુપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવની વિગત મુજબ પૂર્વ ચીનમાં આવેલા નેનિંગ શહેરમાં રહેતા ૨૮ વર્ષના બોયફ્રેન્ડ હુઆંગે જ્યાં સુધી તેની ગર્લફ્રેન્ડ ગાઢ નિદ્રામાં સરે તેની રાહ જાેઈ અને ત્યારબાદ તેના હાથની આંગળીને ફોન પર મૂકી ફિંગરપ્રિંટ વડે તેનો ફોન અનલોક કર્યો.

જે બાદ આટલેથી ન અટકતા તેણે ગાઢ નિદ્રામાં રહેલી ગર્લફ્રેન્ડની બંને આંખની પાંપણોને હળવેથી ઉંચકીને તેના ફોનમાં રહેલી અલીપે મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મનો એક્સેસ મેળવી લીધો હતો. જે બાદ તેણે પોતાના એકાઉન્ટમાં ચીનની કરન્સી ૧,૫૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૨૫ હજાર ડોલરને ટ્રાન્સફર કરી દીધા હતા.

આ ઘટનાની પીડિતા ગર્લફ્રેન્ડ ડોંગે ગત ડિસેમ્બર મહિનામાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગત એપ્રિલ મહિનામાં તેના બોયફ્રેન્ડ હુઆંગની ધરપકડ કરી હતી. ડિસેમ્બરના તે દિવસે રાત્રે હુઆંગે ડોંગ માટે જમવાનું બનાવ્યું હતું અને તેમાં તેણે ઘેનની દવા નાખી દીધી હતી. જે બાદ તેણે આ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. હકીકતમાં હઆંગને જુગાર રમવાની આદત છે અને આ ખરાબ આદતને કારણે તેના પર ખૂબ જ મોટું દેવું થઈ ગયું હતું.

આ દેવું પૂરું કરવા માટે તેણે પોતાની જ ગર્લફ્રેન્ડના બેંક એકાઉન્ટમાંથી ચોરી કરી હતી. કોર્ટે હુઆંગને સાડા ત્રણ વર્ષની જેલ અને ૨૦,૦૦૦ યુઆન એટલે કે ૩૧૬૮ ડોલર જેને ભારતીય રુપિયામાં ૨.૪૦ લાખ રુપિયા થાય તેટલો દંડ ફટકાર્યો છે.

આ ઘટના બાદ ચાઈનીઝ થર્ડ પાર્ટી ઓનલાઈ પેમેન્ટ પ્લેટફોર્મએ કહ્યું કે તેમની એપનું ફેશિયલ રિકોગ્નાઈઝેશન ફંક્શન જ્યારે વ્યક્તિના ચહેરા પર કોઈ એક્સપ્રેશન ન હોય ત્યારે કામ કરતું નથી. તેમ છતાં લોકોએ પોતાના એકાઉન્ટની સુરક્ષા માટે સુરક્ષાનું વધુ એક લેયર ઉમેરવાની સલાહ આપી છે તેમજ જાે કંઈ પણ શંકાસ્પદ લાગે તો તરત જ પોલીસને જાણ કરવા માટે કહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.