Western Times News

Gujarati News

મોદી સહિતના નેતા આવ્યા હોત તો સ્વાગતમાં મુશ્કેલી થાતઃ તેજસ્વી

પટના, રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના નેતા તેજસ્વી યાદવ રેચલ આઈરિસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેજસ્વી યાદવના લગ્ન ગત સપ્તાહમાં દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યા. હવે તેઓ પોતાના પત્ની સાથે પટના પાછા ફર્યા છે. એરપોર્ટ પર પત્રકારોએ તેજસ્વી યાદવને ઘેર્યા હતા અને તેમને લગ્નને લગતા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા.

તેમણે પત્નીના નામથી લઈને મહેમાનો સુધીના પ્રશ્નો કર્યા હતા અને તેજસ્વી યાદવે આ તમામ પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેજસ્વી યાદવને જ્યારે ચુપકિદીથી લગ્ન કરવા બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, લગ્ન કોઈ દિવસ છુપાયેલા રહી શકે છે? તેમણે પત્નીના નામ પર વાત કરતાં કહ્યું કે, મારા પત્નીનું નામ રેચલ આઈરિસ છે, પરંતુ તેમણે પોતે જ રાજશ્રી નામ સ્વીકાર્યું છે, કારણકે લોકોને નામના ઉચ્ચારણમાં સમસ્યા ના થાય.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવા બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે- લગ્નમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત મોટા નેતાઓ આવતા તો આખો પરિવાર તેમના સ્વાગતમાં વ્યસ્ત થઈ જતો. અમારું માનવું છે કે, કોરોનાનો સમય છે અને વીઆઈપી લોકો લગ્નમાં નહીં આવે તો બન્ને પરિવારને એકબીજા સાથે વાતચીત કરવાનો ઓળખવાનો પૂરતો સમય મળશે.

તેજસ્વી અને તેમના પત્ની રેચલનું પટના એરપોર્ટ પર કાર્યકર્તાઓ અને નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું. રાબડી દેવીના નિવાસસ્થાને જ્યારે તેઓ પહોંચ્યા તો તેમનું તમામ રિવાજાે અનુસર સ્વાગત કરવામાં આવ્યું. રિસેપ્શન બાબતે તેજસ્વી યાદવે જણાવ્યું કે, બે-ચાર દિવસમાં તમામ વાતો સ્પષ્ટ કરી દેવામાં આવશે.

તમને પણ નિમંત્રણ મોકલવામાં આવશે. પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું કે, નવી નવેલી દુલ્હનના આવવાને કારણે નવી ઉર્જા મળશે અને નવા જાેશ સાથે બિહારની જનતાની સેવા કરશે. બિહારની બેરોજગારી, મોંઘવારી, ગરીબીના મુદ્દા પર અવાજ ઉઠાવશે.

ઉલ્લેખનીય છે કે તેજસ્વી અને રેચલના સ્વાગત માટે પટના એરપોર્ટ પર આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ સહિત અન્ય નેતા અને સમર્થક હાજર હતા. સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.