૧૩ દિવસ થયા વડાપ્રધાન સંસદમાંથી ગાયબ છે: રાહુલ
નવી દિલ્હી, શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના ૧૨ વિપક્ષી સાસંદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેની સામે વિરોધ પક્ષનો વિરોધ યથાવત છે. આ ર્નિણયના વિરોધમાં આજે સંસદ પરિસરની ગાંધી પ્રતિમાથી વિજય ચોક સુધી વિપક્ષી સાંસદોએ માર્ચ કરી હતી.જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકાર વિપક્ષનો અવાજ દબાવી રહી છે.પીએમ મોદી સંસદમાં આવી રહ્યા નથી.૧૩ દિવસ થઈ ગયા પણ પીએમ સંસદમાં દેખાયા નથી.
આ લોકશાહી ચલાવવા માટેનો રસ્તો નથી તેમણે કહ્યુ હતુ કે, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરે ૧૪ દિવસ થયા છે.સંસદમાં જે બાબતો પર વિપક્ષ ચર્ચા કરવા માંગે છે તેના પર સરકાર ચર્ચા કરવા દઈ રહી નથી.વિપક્ષને ડરાવીને ચૂપ કરવામાં આવી રહ્યો છે.ત્રણ ચાર મુદ્દા એવા છે જેના પર સરકાર મગનુ નામ મરી પાડી રહી નથી.સરકાર લોક તંત્રની હત્યા કરી રહી છે.જે મુદ્દાઓ પર ડિબેટ થવી જાેઈએ તેના પર સંસદના બંને ગૃહમાં સરકાર ડિબેટ કરવા માટે તૈયાર નથી.SSS