Western Times News

Gujarati News

એક જ મંડપ હેઠળ ચાર સરપંચ ઉમેદવાર પ્રચાર કરી રહયા છે

ડીસા, હાલમાં ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાેરદાર તૈયારીઓ ચાલી રહી છે. ગામેગામ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જાે કે તેમ ઘણી પંચાયતો સમરસ પણ બની છે. પંચાયતની ચૂંટણીમાં કેટલીક વાર રસપ્રદ વિગતો પણ સામે આવતી હોય છે. જેમ કે એક જ ઘરના સભ્યો સામસામે ઊભા હોય, અથવા પ્રચારના ટાંચા સાધનો સાથે અવનવી ટેકનિક. વિગેરે જયારે હાલમાં આ ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં ચાર હરીફો સાથે પ્રચાર કરતાં જાેવા મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર થરાદના ગણેશપુરા પચાયત ની ચૂંટણી માટે એક જ મંડપ હેઠળ ચાર સરપંચ ઉમેદવાર કરી રહયા છે પ્રચાર જ્યારે આઠ વોર્ડ માં આઠ ઉમેદવાર બિનહરીફ થયા છે. થરાદ ના ગણેશપુરા ગામના ગામમાં પંચાયતની ચૂંટણી છે. પ્રચાર માટે મંડપ બાંધ્યો હતો. અને મંડપ નીચે ગામ પંચાયતના સરપંચ પદના ચાર ઉમેદવારોએ પ્રચાર કરી રહ્યા છે.

૩ હાજર વસ્તી ધરાવતું ગામ ૧૪૦૦ કરતા વધુ મતદારો છે જ્યારે પંચાયતની આઠ વોર્ડમાં સભ્યો બિનહરીફ ચૂંટાયા છે જેમાં સરપંચ ઉમેદવાર કરશનભાઇ દરજી એ જણાવ્યું હતું કે ચાર ઉમેદવાર એ સરપંચ પદ માટે સાથે જઈ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવાર ચાર છે પણ ચારેય એકબીજા ને જીતડવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવો માહોલ છે.

ગણેશપુરા ગામ પંચાયતમાં મહિલા સીટ છે. ગામ વિકાસશીલ છે છતાં ઘણા પ્રશ્નો હજુ ઉકેલાય વગર ના છે. ગટરલાઇન, હોસ્પિટલ, સ્ટેટ લાઈટ, આવાસ યોજના અને ગામનો સ્વાગી વિકાસ માટે ઘણા કાર્ય બાકી છે. જીતેલા સભ્યોએ વિકાસ કરવાની વાત પર ભાર મુક્યો તો સરપંચ ઉમેદવારોએ પણ ગામને વધુને વધુ વિકાસશીલ બનાવવાની સાથે ગામ ગોકળિયું બને એવા પ્રયાસ કરવાની વાત કરી હતી. સરપંચ પદની તક મળે તો વિકાસના દ્રાર ખોલવાની તત્પરતા દાખવી હતી..

ગણેશપુરા ગામ આમ તો ચૂંટણીના માર્ગે છે પણ માહોલ સમરસ પંચાયત જેવો છે ગામ નિ એકતા અને ભાઈચારા ની ભાવના થકી સરપચ પદ માટે ચૂંટણી લડાઈ રહી છે એ એક ઉદાહરણ સ્વરૂપ છે એક મંડપ હેઠળ પ્રચાર થકી સરપંચ બનશે ત્યારે જીતેલા ઉમેદવાર કેવો ગામ નો વિકાસ કરે છે એ તો આવનાર સમય જ બતાવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.