Western Times News

Gujarati News

કર્ણાટક એમએલસી ચૂંટણીમાં ભાજપને બહુમતી, કોંગ્રેસને ૧૧ બેઠક મળી !

બેંગ્લોર, કર્ણાટક વિધાન પરિષદની ૨૫ બેઠકો માટેની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પરિણામોમાં ભાજપને ૧૨ બેઠકો મળી છે, જેના કારણે ઉપલા ગૃહમાં ભાજપને બહુમતી મળી છે. બીજી તરફ કોંગ્રેસે આકરા મુકાબલામાં બે બેઠક ગુમાવી છે અને ૧૧ બેઠકો મેળવી છે.

કર્ણાટક વિધાન પરિષદની ૨૫ બેઠકો માટે ૧૦ ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. વિધાન પરિષદની ચૂંટણીમાં ૯૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી ભાજપ અને કોંગ્રેસના ૨૦-૨૦ ઉમેદવારો હતા. જેડીએસે ૬ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ તેને માત્ર એક સીટથી સંતોષ માનવો પડ્યો છે.

જ્યાં બીજેપીને સીએમ બોમ્બાઈના ગૃહ જિલ્લા ધારવાડ અને પાર્ટીના ગઢ બેલાગવીમાં નુકસાન થયું છે. જેડીએસને મજબૂત મિડલ ઝોનમાં પણ ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર ડીએસ અરુણે રાજ્યની પ્રખ્યાત શિવમોગા બેઠક પરથી કોંગ્રેસના એમએલસી આર પ્રસન્ના કુમારને હરાવ્યા હતા.

ભાજપના ઉમેદવાર અરુણ કુમારને ૨૧૯૨ વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ૧૮૪૮ વોટ મળ્યા.કર્ણાટક વિધાન પરિષદની ૨૫ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

રાજ્યમાં સત્તા પર રહેલી ભાજપ માટે ઉપલા ગૃહમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ૨૫માંથી ૧૨ બેઠકો જીતવી જરૂરી હતી. ૧૨ બેઠકો જીત્યા બાદ હવે ભાજપ પાસે ૭૫ સભ્યોની કર્ણાટક વિધાન પરિષદમાં ૩૮ સભ્યો છે. ૧૧ બેઠકો મેળવનાર કોંગ્રેસના કુલ સભ્યોની સંખ્યા ૨૬ થઈ ગઈ છે, જ્યારે જેડીએસ પાસે ૭ સભ્યો છે બહુમતી મેળવ્યા બાદ જેડીએસના કબજામાંથી બીજેપી માટે વિધાન પરિષદનું પ્રમુખ પદ છીનવવું સરળ બની ગયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.