Western Times News

Gujarati News

રશિયા ભારતને એન્ટી એરક્રાફટ મિસાઇલ સિસ્ટમ એસ-૫૦૦ આપવા તૈયાર

નવીદિલ્હી, રશિયા ના નાયબ વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે એન્ટી એરક્રાફટ મિસાઇલ સિસ્ટમ જ-૫૦૦ ભારતને આપવામાં આવશે તેમમે એક ખાનગી ચેનલમાં કહ્યું હતું કે અમે અઘતન સિસ્ટમ ભારતને આપીશું,આ સિસ્ટમ ખરીદનારની સૂચિમાં ભારત પ્રથમ સ્થાને છે.ભારત સાથે અમારા શસ્ત્ર કરાર સમજૂતી હેઠળ થયેલા છે.

એસ- ૫૦૦ ‘પ્રોમેટ’ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ એ એર સિસ્ટમ માટે સૌથી અદ્યતન રશિયન મોબાઇલ સેવા છે અને તેને આ વર્ષની શરૂઆતમાં આ સેવા અમલમાં મૂકવામાં આવી હતી. ૨૦૧૯ માં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને એસ-૫૦૦ એકમો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો.

રશિયાના નાયબ વડા પ્રધાનની ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ભારતને તેની લાંબા અંતરની જી-૪૦૦ સપાટીથી હવામાં મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની ડિલિવરી શરૂ થઈ ગઈ છે.

પાંચ એસ-૪૦૦ સિસ્ટમ્સ માટે ઇં૫.૫ બિલિયનનો સોદો અમેરિકા-ભારતની વધતી જતી ભાગીદારીમાં કાંટો બની ગયો હતો. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ પ્રતિબંધોનો સામનો કરવાનું જાેખમ પણ હતું. ૨૦૧૬ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની કથિત સંડોવણીના આધારે યુએસમાં ૨૦૧૭માં પસાર કરવામાં આવ્યું હતું.

રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની બેચ ખરીદવા માટે અમેરિકાએ નાટો સાથી તુર્કી પર પહેલેથી જ લાગુ કરી દીધું છે. જાેકે, તેણે હજુ સુધી ભારત અંગે કોઈ ર્નિણય લીધો નથી. ભલે યુએસએ કહ્યું કે તે ડીલને નકારવા માટે ભારત સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરશે, નવી દિલ્હી ત્રીજા દેશના સ્થાનિક કાયદાના અધિકારક્ષેત્રને નકારી રહ્યું છે.

રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે દાવો કર્યો હતો કે યુએસ આ સોદાને કમજાેર કરવાની અને ભારતને “યુએસના આદેશોનું પાલન” કરવા માટે આયોજન કરી રહ્યું છે. સંરક્ષણ એ રશિયા અને ભારત વચ્ચેની ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. બ્રહ્મોસ મિસાઇલ,૩૦ એરક્રાફ્ટનું લાઇસન્સ ઉત્પાદન,ટી૩૦ ટેન્ક આ સહયોગના કેટલાક ઉદાહરણો છે. હવે પછીનું મોટું ધ્યાન ભારતમાં એકે શ્રેણીની એસોલ્ટ રાઈફલ્સનું સંયુક્ત ઉત્પાદન છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.