Western Times News

Gujarati News

મરીન નેશનલ પાર્ક પરનો ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટાવાયો

અમદાવાદ, ગુજરાતમાં અનેક જાેવાલાયક જગ્યાઓ છે. જે બારેમાસ પ્રવાસીઓથી હાઉસફુલ હોય છે. તેમાં જામનગરનુ ફેમસ મરીન નેશનલ પાર્ક પણ છે, જેમાં પીરોટન ટાપુ આવેલો છે. આ ટાપુ પર જવા માટે છેલ્લા ચાર વર્ષથી પ્રતિબંધ હતો. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે.

પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ શકશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ ૯ દરિયાઇ ટાપુ આવેલા છે. જેમાંથી એક માત્ર પિરોટન ટાપુમાં માનવ વસાહત જયારે ૮ ટાપુ માનવ વસાહત નથી.

આ ર્નિજન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોય અવારનવાર ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે લોકો અવરજવર કરે છે. આ ટાપુ પર ચાર વર્ષ પહેલા એક ધર્મસ્થાન પાસે તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવામાં આવી હતી. જેથી વન વિભાગે ત્યાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી સહિતની ગેરકાયદેસર અને અસમાજીક પ્રવૃતિ કરતા શખસો સહેલાઇ આશ્રય મેળવે અને હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પૂરી સંભાવના છે.

આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ અને આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃતિ રોકવા ૯ ટાપુ પર પ્રવેશ માટે લેખિત પરવાનગી લીધા બાદ પ્રવેશ કરી શકાય તે મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર આ તમામ ૯ ટાપુ પર નાયબ પોલીસ અધિક્ષકની લેખિત પૂર્વમંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

૧૩ ડીસેમ્બરના રોજ રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા ટાપુ પર પ્રવાસીઓને જવાનો પ્રતિબંધ દૂર કરતો પરિપત્ર કરાયો છે. જેથી હવે પ્રકૃતિ પ્રેમીઓ માટે અહી આવવાનો રસ્તો મોકળો બન્યો છે. આ સ્થળે મોટાભાગના ટુરિસ્ટ્‌સ મરીન લાઈફ શિક્ષણ માટે આવતા હોય છે. આ ટાપુ જામનગરથી ૯ નોટીકલ માઈલ દુર આવેલો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.