Western Times News

Gujarati News

બોગસ મતદાન રોકવા ઈલેક્શન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડાશે

election card

નવી દિલ્હી, કેન્દ્રીયમંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો ર્નિણય લીધો છે. બુધવારે એકબિલને મંજૂરી આપવામાં આવી છે જેમાં બોગસ મતદાન અને મતદાર યાદીમાં રીપિટેશનરોકવા માટે મતદાતા ઓળખ પત્ર (વોટર કાર્ડ)ને આધાર કાર્ડ સાથે જાેડવા, એક જમતદાર યાદી તૈયાર કરવા જેવા ર્નિણયોનો સમાવેશ થાય છે.

મંત્રી મંડળ તરફથીમંજૂર કરવામાં આવેલા બિલમાં સર્વિસ વોટર્સ માટે ચૂંટણી કાયદાને ‘જેન્ડરન્યૂટ્રલ’ પણ બનાવવામાં આવશે. બિલમાં એવી જાેગવાઈ પણ કરવામાં આવી છે કે, હવેએક વર્ષમાં ૪ અલગ અલગ તારીખોએ યુવાનો મતદાતા તરીકે નોંધણી કરી શકશે.

વર્તમાનમાંએવી વ્યવસ્થા હતી કે, ૦૧ જાન્યુઆરીના રોજ કટઓફ તારીખ હોવાના કારણે અનેકયુવાનો મતદાર યાદીમાં વંચિત રહી જતા હતા. માત્ર એક કટઓફ તિથિ હોવાના કારણે ૦૨ જાન્યુઆરીના રોજ ૧૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પણ યુવાન નોંધણી નહોતોકરાવી શકતો. તેવામાં યુવાનોએ લાંબી રાહ જાેવી પડતી હતી. પરંતુ હવે બિલમાંસુધારા બાદ તેમને વર્ષમાં ૪ વખત નોંધણી કરાવવાની તક મળી શકશે.

સામાન્યરીતે લોકો પોતાના ગામ ઉપરાંત એવા શહેર અને મહાનગરોમાં પણ મત આપી દેતા હતાજ્યાં તેઓ કામકાજ કરતા હોય. તેવામાં મતદાર યાદીમાં અનેક જગ્યાએ નામ સામેલથઈ જાય છે પરંતુ આધાર સાથે લિંક થયા બાદ કોઈ પણ નાગરિક ફક્ત એક જ જગ્યાએમતદાન કરી શકશે. જાેકે સરકાર તરફથી જે સુધારા કરવામાં આવ્યા છે તેના અંતર્ગતસ્વૈચ્છિક આધાર પર મતદાર યાદીને આધાર સાથે જાેડી શકાશે.

આબિલમાં ચૂંટણી સંબંધી કાયદાને સૈન્ય મતદારોના મામલે લૈંગિક રીતે નિરપેક્ષબનાવવાની જાેગવાઈ છે. વર્તમાન ચૂંટણી કાયદો તેમાં ભેદભાવ કરે છે. વર્તમાનકાયદામાં કોઈ પુરૂષ ફોજીની પત્નીને સૈન્ય મતદાતા તરીકે પોતાની નોંધણીકરાવવાની સુવિધા છે પરંતુ મહિલા ફોજીના પતિ માટે આવી કોઈ સુવિધા નથી.ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને એવી ભલામણ કરી છે કે, ચૂંટણી કાયદામાં પત્ની શબ્દના બદલે જીવનસાથી એટલે કે, વાઈફના બદલે સ્પાઉસ લખી દેવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.