Western Times News

Gujarati News

પુત્રી શીના બોરા જીવિત હોવાનો માતા ઈન્દ્રાણીનો દાવો

નવી દિલ્હી, બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં એક ચોંકાવનારી અને સનસનીખેજ ખબર સામે આવી છે. ઈન્દ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે જે દીકરીની હત્યાના આરોપમાં તે જેલની સજા કાપી રહ્યા છે તે જીવિત છે. તેમણે તપાસ એજન્સીને લખેલા પત્રમાં આ દાવો કર્યો છે. ઈન્દ્રાણી મુખર્જીનું કહેવું છે કે સીબીઆઈએ શીના બોરાને શોધવી જાેઈએ. કારણકે જેલમાં તેમની મુલાકાત એક મહિલા સાથે થઈ હતી જેણે જણાવ્યું કે શીના જીવિત છે અને કાશ્મીરમાં છે. ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.

શીના બોરાની હત્યા વર્ષ ૨૦૧૨માં થઈ હતી. ઈન્દ્રાણી મુખર્જી આ કેસમાં મુખ્ય આરોપી છે. વર્ષ ૨૦૧૫થી ઈન્દ્રાણી મુખર્જી મુંબઈની બાયકુલા જેલમાં બંધ છે અને તેમની જામીન અરજી ગત મહિને જ બોમ્બે હાઈકોર્ટે ફગાવી હતી. શીના બોરા ઈન્દ્રાણી મુખર્જીના પ્રથમ લગ્નમાં જન્મેલી દીકરી હતી.

સીબીઆઈએ આ કેસમાં ૩ ચાર્જશીટ અને બે સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરી છે જેમાં ઈન્દ્રાણી મુખર્જી, તેમના ડ્રાઈવર શ્યામવર રાય, પૂર્વ પતિ સંજીવ ખન્ના તેમજ પીટર મુખર્જીને આરોપી બતાવવામાં આવ્યા છે. પીટર મુખર્જીને ગયા વર્ષે જામીન મળી ગયા હતા.

સીબીઆઈએ કહ્યુ હતું કે શીના બોરાએ વિવાદ થયા પછી પોતાની માતાનો પર્દાફાશ કરવાની ધમકી આપી હતી. હત્યા પછી ઈન્દ્રાણીએ કથિત રીતે તમામ લોકોને કહ્યુ હતું કે શીના અમેરિકા જતી રહી છે. ત્રણ વર્ષ પછી હત્યાનો કેસ ત્યારે સામે આવ્યો જ્યારે ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવરની એક અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી. ડ્રાઈવરના નિવેદનના આધારે શીના બોરાના અડધા સળગેલા મૃતદેહને મુંબઈ પાસેના એક જંગલથી નીકાળવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૭માં શરુ થયેલા આ કેસમાં લગભગ ૬૦ સાક્ષીઓએ પોતાના નિવેદન રજૂ કર્યા હતા. જેલમાં જ ઈન્દ્રાણી અને પીટર મુખર્જીએ પોતાના ૧૭ વર્ષના સંબંધનો અંત લાવવાનો ર્નિણય લીધો અને વર્ષ ૨૦૧૯માં છૂટાછેડા લઈ લીધા. પીટર મુખર્જીને વર્ષ ૨૦૨૦માં જામીન પર છોડી દેવામાં આવ્યા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.