Western Times News

Gujarati News

ભારતી સિંહ નવમા મહિના સુધી કામ કરવા માગે છે

મુંબઈ, પ્રેગ્નેન્સી વિશે ઘણા સમય સુધી મૌન સેવ્યા બાદ કોમેડિયન ભારતી સિંહે હાલમાં જાહેરાત કરી હતી કે, તે અને પતિ હર્ષ લિંબાચિયા માતા-પિતા બનવાના છે. આ ગુડ ન્યૂઝ વિશે વાત કરતાં ભારતી સિંહે કહ્યું કે, ‘હાલ મારે પાંચમો મહિનો ચાલી રહ્યો છે અને ડ્યૂ ડેટ એપ્રિલમાં છે.

ચાર મહિના પૂરા ન થાય ત્યાં સુધી પરિવારને આ વિશે જાહેર કરવાની ના પાડી હોવાથી મારે છુપાવવું પડ્યું. હકીકતમાં, અમે આ ન્યૂઝ તેમને મારે ત્રણ મહિના પૂરા થયા બાદ કહ્યા હતા. ભારતી સિંહે કે જેણે હર્ષ લિંબાચિયા સાથે ૨૦૧૭માં લગ્ન કર્યા હતા, તેઓ સાથે રિયાલિટી શો હોસ્ટ કરવા દરમિયાન માતા-પિતા બનવા અંગે ઘણીવાર મજાક કરતા હતા.

ડેડ-ટુ-બી કેટલો ઉત્સાહિત છે? તેમ પૂછવા પર ભારતી સિંહે કહ્યું ‘હું સ્ટેજ પર ઘણીવાર મજાકમાં તેને પૂછતી હતી કે, મને મમ્મી ક્યારે બનાવીશ, ક્યારે પપ્પા બનીશ?. હકીકતમાં, ડાન્સ દીવાનેના શૂટિંગ દરમિયાન જ્યારે અમને પ્રેગ્નેન્સી વિશે જાણ થઈ ત્યારે પણ દરેક મજાક કરતા હતા.

હું માત્ર હસતી હતી અને વિચારતી હતી કે, શું કહું બધાને કે હું પહેલાથી પ્રેગ્નેન્ટ છું. મેં જ્યારે હર્ષને ન્યૂઝ આપ્યા ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા હતા. તેને બાળકો ગમે છે. મારા કરતાં આ બાળકની મા હર્ષ વધારે છે’, તેમ તેણે કહ્યું. ભારતીએ ઉમેર્યું ‘નવા તબક્કાને લઈને હર્ષ ઉત્સાહિત છે. મને મૂડ સ્વિંગ, મોર્નિંગ સિકનેસ થઈ રહી છે પરંતુ હર્ષ મને લાડ લડાવી રહ્યો છે અને મારી વધારે કાળજી રાખી રહ્યો છે. આ સુંદર અને પડકારજનક તબક્કો છે.

ભારતી સિંહ હાલમાં વેઈટ લોસને લઈને ન્યૂઝમાં આવી હતી. તેણે ૧૫ કિલો વજન ઉતાર્યું હતું. શું વેઈટ લોસ એ પ્રેગ્નેન્સી તરફનું પહેલું પગલું હતું તેમ પૂછતાં તેણે કહ્યું ‘મહામારી દરમિયાન મને અહેસાસ થયો હતો કે મારે ફિટ અને હેલ્ધી થવું છે. મને અસ્થમા છે. તેથી મેં મારા પર કામ કરવાનું નક્કી કર્યું હતું.

બાળક એ ભગવાનની ગિફ્ટ છે અને આ તેમના આશીર્વાદ છે. હું કાલ સુધી બાળકી હતી, લોકો સાથે ફ્લર્ટ કરતી હતી અને હવે આ બધું ખતમ થઈ જશે. કપલ હવે ‘હુનરબાઝ- દેશ કી શાન’ હોસ્ટ કરતું જાેવા મળશે. ભારતીએ કહ્યું ‘મને આનંદ છે કે, હું મારી પ્રેગ્નેન્સીમાં પણ કામ કરી રહી છું.

હું નવમા મહિના સુધી કામ કરવા માગુ છું. અમારું બાળક પણ અમારી મહેનત મહેસૂસ કરી રહ્યું છે અને મને આશા છે કે બાળક પણ મોટું થઈને અમારી જેમ હાર્ડ વર્કિંગ બનશે. હર્ષે વધારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. બાળકનો જન્મ થાય તે પહેલા હર્ષ શક્ય એટલું વધારે કામ કરવા માગે છે, જેથી અમે અમારા ખુશીઓના ટુકડા સાથે વધારે સમય પસાર કરી શકીએ’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.