Western Times News

Gujarati News

પતિ-પુત્ર લગ્નમાં ગયા અને મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો

Files Photo

અમદાવાદ, શહેરના મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમી રો હાઉસના એક મકાનમાં મહિલા પોલીસકર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં જામનગર ગયા હતા તે દરમિયાન જ ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો. ત્રણ દિવસ દરમિયાન લાશ ડિકંપોઝ થઇ જતા ભયાનક દુર્ગંધ આવવા લાગી હતી.

જેના કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા અંદર તપાસ કરા મહિલા પોલીસ કર્મચારીનો આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

મનીષા વિજયસિંહ ચૌહાણ નામની ૩૪ વર્ષીય પોલીસ કર્મચારીના ઘરમાં અસહ્ય દુર્ગંધના પગલે પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બનાવના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક મહિલા પોલીસ કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ઉપરાંત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાે કે ઘટનાને પગલે સમગ્ર પરિવાર પણ ખુબ જ ચોંકી ઉઠ્‌યું હતું.

મહિલા પોલીસ કર્મચારીએ ત્રણેક દિવસ પહેલા જ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. ત્યારે મહિલા પોલીસ કર્મચારીનો પતિ અને પુત્ર જામનગરના એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત શા માટે કર્યો તે અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. જાે કે ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ગમગીની છવાઇ છે. પોલીસ કર્મચારીઓમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓના કારણે પોલીસ કર્મચારીઓની કાર્યશૈલી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.