Western Times News

Gujarati News

સમગ્ર વિશ્વમાં એવા ૧૨ દેશ છે જ્યાં કોરોનાએ હજુ સુધી પગ પેસારો કર્યો નથી

પ્રતિકાત્મક

નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં, જ્યાં સમૃદ્ધ અને ગરીબ દેશો સમાન રીતે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. વળી, એવા ૧૨ દેશ છે જ્યાં કોરોનાએ હજુ સુધી પગ પેસારો કર્યો નથી. અત્યાર સુધી જ્યાં દુનિયાભરમાં ૨૭ કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે ૫૩ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

આવી સ્થિતિમાં, કેટલાક દેશો માટે રોગચાળાથી સુરક્ષિત રહેવું ખૂબ જ ચોંકાવનારું છે. જાે કે, ૧૨ માંથી ૧૦ ટાપુ દેશો છે જેમાં બહુ ઓછી વસ્તી છે. વળી, બે એવા દેશ છે જ્યાં સરમુખત્યારશાહી પ્રણાલી છે, જેના કારણે તેઓએ તેમની સરહદ કડક રીતે બંધ કરી દીધી છે. જેના કારણે આ દેશો કોરોનાને રોકવામાં સફળ થયા છે.

ઉત્તર કોરિયા ચીન અને દક્ષિણ કોરિયા સાથે તેની સરહદ વહેંચાય છે. એટલા માટે ઘણા લોકો માને છે કે અહીં કોરોનાનો એક પણ કેસ ન આવે તે અશક્ય છે. પરંતુ ઉત્તર કોરિયાએ સત્તાવાર રીતે એક પણ કોરોના કેસની પુષ્ટિ કરી નથી. ૨૫ મિલિયનની વસ્તી ધરાવતા ઉત્તર કોરિયાએ કડક લોકડાઉન અને મુસાફરી પ્રતિબંધો લાગુ કર્યા છે. સાથે જ તેની સરહદ પણ બંધ કરી દેવામાં આવી છે.

પિટકેર્ન ટાપુઓ એ ચાર જ્વાળામુખી ટાપુઓનો સમૂહ છે જે પેસિફિક મહાસાગરમાં એકમાત્ર બ્રિટિશ ઓવરસીઝ પ્રદેશ છે. ત્યાં ૫૦ થી ઓછા પૂર્ણ-સમયનાં રહેવાસીઓ હોવાનું માનવામાં આવે છે. આ ટાપુ પર ૐસ્જી બાઉન્ટીનાં ખલાસીઓનાં વંશજાે વસે છે. કોરોનાવાયરસ કેસનાં કોઈ અહેવાલો ન હોવા છતાં, યુએસ સરકારે ટાપુઓ પર ચેપી રોગોનાં ઉચ્ચ જાેખમની ચેતવણી આપી છે.

સેન્ટ હેલેના આઇલેન્ડ એ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી છે. તે આફ્રિકાનાં દક્ષિણ-પશ્ચિમ કિનારેથી ૧૯૫૦ કિમીનાં અંતરે આવેલું છે. તે એસેન્શન આઇલેન્ડની બાજુમાં છે, જેનો ઉપયોગ યુએસ એર ફોર્સ કરે છે. સેન્ટ હેલેનાનું પણ પોતાનું ઐતિહાસિક મહત્વ છે. તે સૌપ્રથમ ૧૫૦૨ માં પોર્ટુગીઝ દ્વારા શોધાયું હતું. જેના પર ૧૭મી સદી દરમિયાન બ્રિટનનો કબજાે હતો. આ ટાપુ પર ફ્રાન્સનાં શાસક નેપોલિયન બોનાપાર્ટને પણ અંગ્રેજાેએ બંધક બનાવી રાખ્યો હતો. અહી એક પણ કોરોનાનાં કેસ નોંધાયા નથી.

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ત્રણ ઉષ્ણકટિબંધીય કોરલ ટાપુઓનો સમાવેશ થાય છે. તોકેલાઉ, ન્યૂઝીલેન્ડ પર આધાર રાખે છે. ત્રણ એટોલ્સનું કુલ ક્ષેત્રફળ ચાર ચોરસ માઇલ છે. અહીં કોઈ એરપોર્ટ નથી. તોકેલાઉ પહોંચવાનો એકમાત્ર રસ્તો દરિયાઈ માર્ગ છે. તોકેલાઉ, લગભગ ૧,૫૦૦ રહેવાસીઓની વસ્તી સાથે, પોતાને સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા દ્વારા સંચાલિત પ્રથમ રાષ્ટ્ર તરીકે વર્ણવે છે. અહી પણ કોરોનાનાં કેસ નોંધાયા નથી.

ટોંગાએ ક્રૂઝ જહાજાેને પ્રતિબંધિત કરીને, એરપોર્ટ બંધ કરીને અને લોકડાઉન લાદીને રોગચાળાનાં પ્રારંભિક તબક્કામાં કોરોનાને તેના કિનારાથી દૂર રાખ્યો છે.

મધ્ય એશિયામાં સ્થિત તુર્કમેનિસ્તાનમાં કોરોના રોગચાળો ન પહોંચવો ઘણા પ્રશ્નો ઉભા કરે છે. કારણ કે તેની સરહદે આવેલા તમામ દેશોમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જાેવા મળી રહ્યો છે. જાે કે, તુર્કમેનિસ્તાને હજુ સુધી કોરોનાનાં એક પણ કેસની પુષ્ટિ કરી નથી. આ સાથે અનેક કડક પગલા પણ અપનાવવામાં આવ્યા છે. દેશે વ્યવસાયિક મુસાફરી, સામૂહિક ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે અને સામાજિક અંતર અને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કર્યા છે.

હવાઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સ્થિત, તુવાલુ ત્રણ ખડકો અને છ કોરલ ટાપુઓથી બનેલું છે. તે ૧૦ ચોરસ માઇલ આવરી લે છે અને તેની વસ્તી ૧૦,૦૦૦ થી વધુ છે. ફરજિયાત કોરેન્ટિન અહીં લાગુ છે. આ સાથે, તેણે તેની સરહદ બંધ કરીને કોરોનાને રોકવામાં સફળતા મેળવી છે.ન્યૂઝીલેન્ડથી ૨૪૦૦ કિમીનાં અંતરે નિયુ આઇલેન્ડ આવેલું છે.

નિયુ ટાપુ રાષ્ટ્ર વિશ્વનાં સૌથી મોટા કોરલ ટાપુઓમાંનું એક છે. કોરોના મહામારીનો સામનો કરવા માટે ન્યૂઝીલેન્ડ સતત મદદ કરી રહ્યુ છે. માઇક્રોનેશિયા ૬૦૦ થી વધુ ટાપુઓથી બનેલું છે. ડબ્લ્યુએચઓ અનુસાર, અહીં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. યુએસ, ચીન અને જાપાને પણ કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન માઇક્રોનેશિયાને મદદ કરી હતી.

૩૨ કોરલ ટાપુઓ, ગોળાકાર પરવાળાનાં ખડકો અને ચૂનાનાં ટાપુઓનો સમૂહ કિરીબાટીને એક દેશ તરીકે બનાવે છે. તે હવાઈથી ૩૨૦૦ કિમીનાં અંતરે આવેલું છે. કિરીબાતી એ પ્રવાસ પ્રતિબંધો લાદનારા સૌથી પહેલા દેશોમાંનો એક હતો. આ કારણે માત્ર થોડીક એરલાઇન્સ આ દૂરનાં રાષ્ટ્રમાં મુસાફરી કરે છે.

નઉરુ કદની દ્રષ્ટિએ વિશ્વનો ત્રીજાે સૌથી નાનો દેશ છે. તે માત્ર આઠ ચોરસ માઈલનો વિસ્તાર આવરી લે છે. તેની વસ્તી દસ હજારની આસપાસ છે. નાઉરુએ અત્યાર સુધી તેના પડોશી ટાપુ રાષ્ટ્ર કિરીબાતી જેવા પ્રવાસ પ્રતિબંધો દ્વારા કોરોના વાયરસ પર કાબુ મેળવ્યો છે. આ ૧૫ દ્વીપસમૂહ દેશ દક્ષિણ પેસિફિકમાં સ્થિત છે જે ન્યૂઝીલેન્ડથી ૩૨૦૦ કિમી દૂર છે. કુક આઇલેન્ડ્‌સમાં આવતા વિદેશીઓ માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત છે. ક્રુઝ શિપ સહિત અન્ય યાટ્‌સનાં આગમન પર પણ અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.