Western Times News

Gujarati News

મીઠાઈની દુકાનના બે બેંક ખાતામાંથી ૭૫ લાખની ચોરી

અમદાવાદ, શહેરની જાણીતી મીઠાઈની દુકાનના બેંક અકાઉન્ટમાંથી ધૂતારાઓએ ૭૫ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં, દુકાનના એક કર્મચારીનો મોબાઈલ નંબર, કે જે ધંધાના બેંકિંગ અકાઉન્ટ્‌સ સાથે લિંક હતો, તે ૨૭ નવેમ્બરના રોજ અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.

જ્યારે તે ૨૯ નવેમ્બરે ફરી એક્ટિવ થયો ત્યારે કર્મચારીને પાંચ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હોવાની જાણ થઈ હતી. ૫૨ વર્ષના અનિષ ત્રિવેદી, જેઓ કંદોઈ ભોગીલાલ મુળચંદમાં ૨૦ વર્ષથી કામ કરે છે, તેમણે જણાવ્યું હતું કે, કંપનીના ૬ કરન્ટ અકાઉન્ટ છે, જેની સાથે તેમના અને કંપનીના માલિકના મોબાઈલ નંર લિંક છે. ત્રિવેદીએ કહ્યું હતું કે, કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે તેમના મોબાઈલ ફોન પર વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) આવે છે.

૨૭મી નવેમ્બરે સાંજે આશરે ૮.૧૫ કલાકે, તેમનો ફોન અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો હતો જે બાદ તેમણે તેમના મિત્રનો ફોન કર્યો હતો જે ટેલિકોમ કંપનીમાં કામ કરે છે. તેમના મિત્રએ સિમ કાર્ડ ૨ય્ ફોનમાં મૂકવા માટે કહ્યું હતું, પરંતુ તેમને તેમ છતાં સિગ્નલ મળ્યું નહોતું. જે બાદ તેમણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કર્યો હતો અને તેમને કેવાયસી (નો યોર કસ્ટમર) ડોક્યુમેન્ટ્‌સ સબમિટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, જે તેમણે કર્યું હતું, પરંતુ બે દિવસ બાદ પણ તેમનું સિમ કાર્ડ રિ-એક્ટિવેટ થયું નહોતું.

બે દિવસ બાદ, ૨૯મી નવેમ્બરે સાંજે આશરે ૮ કલાકે, તે કામ કરવા લાગ્યું હતું અને તેમને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના મેસેજ મળવા લાગ્યા હતા. તેમને એક બેંક અકાઉન્ટમાંથી ૫૦ લાખ અને બીજા અકાઉન્ટમાંથી ૨૫ લાખ રૂપિયા અલગ-અલગ ૧૨ ટ્રાન્ઝેક્શનથી ઉપડ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્રિવેદીએ તેમના બેંકરનો ફોન કર્યો હતો અને પૈસા ૨૭ નવેમ્બરથી ૨૯ નવેમ્બર દરમિયાન પાંચ અલગ-અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાની જાણ થઈ હતી.

આ મોડસ ઓપરેન્ડી પર સાયબર ક્રાઈમ એક્સપર્ટે કહ્યું હતું કે, સાયબર ગુનેગારો, પીડિતોનો ડેટા જેમ કે, તેમના બેંક અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ, પાન નંબર, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ ફોન નંબરની વિગતો સુરક્ષિત કર્યા પછી, નકલી પાન કાર્ડ બનાવે છે અને પીડિતના નામ પરથી નવું સિમ કાર્ડ ઈશ્યૂ કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.