Western Times News

Gujarati News

જો આવું થશે તો ભારતના લોકો ભવિષ્યમાં પાણી માટે તરસી જશેઃ ચેેતવણી

હિમાલય પર સંકટઃ૧૦ ગણી ઝડપે ગ્લેશિયર સાફ

(એજન્સી) નવીદિલ્હી, હિમાલય ક્ષેત્રમાં ૧૦ ગણી વધુ ઝડપે બરફ પીગળી રહ્યો હોવાથી ભારત પર પાણીનું સંકટ તોળાઈ રહ્ય છે. ભવિષ્યમાં એવી હાલત થઈ શકે છે કે દેશના કરોડો લોકોને પાણીના એક એક ટીપામાં માટે ફાંફા મારવા પડે. આવી ચેતવણી એક સંશોધન બાદ આપવામાં આવી છે.

એન્ટાર્ટીકા અને આર્કટીક બાદ પૃથ્વી પર જેને ત્રીજાે ધૃવ કહેવામાં આવે છે કે તે હિમાલયમાં ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યો છે. તાજેતરમાં કરાયેલા એક સંશોધન અનુસાર એશિયામાં ગંગા, બ્રહ્મપુત્ર, અને સિંધુ નદીના કિનારે રહેતા ભારત અને પાકિસ્તાનના કરોડો લોકોને પાણી, ખોરાક તથા ઉર્જાની ભીષણ તંગીના સામનો કરવો પડશે.

સંશોધકોએ જાણ્યુ કે પાછલા કેટલાંક દશકામાં ખાસ કરીને વર્ષ ર૦૦૦ થી હિમાલયના ગ્લેશિયર ૧૦ ગણી ઝડપેે પીગળી રહ્યા છે. જેથી સમુદ્રનુૃ જળસ્તર વધી રહ્યુ છે.

દુનિયાના અન્ય ગ્લેશિયરોની તુલનાએ હિમાલયના ગ્લેશિયરો પીગળવાની ઝડપ વધુ છે. આ શોધના લેખક ડો.સિમોન કુક અનુસાર આ શોધ એ બાબતનો તાજાે પુરાવાો છે કે હિમાલયમાં બદલાવ ઝડપથી થઈ રહ્યો છે. જેનો અનેક દર્શો અને વિસ્તાર પર ખુબ જ ગંભીર અસર જાેવા મળશે. સંશોધકોની ટીમે સેટેેલાઈટ ઈમેજની મદદથી હિમાલયથી ગ્લેશિયરોને ફરી ઉભા કર્યા. તસ્વીરોેનો ઉપયોગ કરાયો અને જાણ્યુ કે ૪૦ ટકા વિસ્તાર ખતમ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.