Western Times News

Gujarati News

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ જુનિયર એડવોકેટ બારના પ્રમુખ સી.ડી. રૂપેરા સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવી ઈતિહાસ રચ્યો!

નિષ્ઠાપૂર્વક કામ કરો નામ તમારી પાછળ દોડતું આવશે-સાઇરસ

તસવીર અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ના ન્યાય સંકુલની છે જેમાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટ જુનિયર એડવોકેટ બાર આસોસીએશન કાર્યરત છે જેના સ્થાપક ફોજદારી કોર્ટ બાર ના જાણીતા એડવોકેટ શ્રી પ્રવિણભાઈ બારોટ અને ફોજદારી કોર્ટ બાર ના જાણીતા એડવોકેટ શ્રી ચંદ્રકાંતભાઈ રૂપેરા છે

ઈનસેટ તસવીર ડાબી બાજુ થી શ્રી પ્રવિણભાઈ બારોટ અને જમણી બાજુની તસવીર શ્રી સી.ડી.રૂપેરાની છે શ્રી પ્રવિણભાઈ બારોટ સિધ્ધાંતવાદી અને બાહોશ એડવોકેટ હતા તેમના અવસાન પછી અમદાવાદ કોર્ટ બાર આસોસીએશન નું સફળ સંચાલન શ્રી સી.ડી.રૂપેરા કરી રહ્યા છે

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર ના વકીલ સભ્યોની સંખ્યા ૧૨૦૦ જેટલી છે નીચેની તસ્વીરમાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટ જુનીયસ એડવોકેટ બારમા ૧૭મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ થયેલ ચૂંટણી પછી તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા છે જેમાં ડાબી બાજુથી બિનહરીફ ચૂંટાઇ આવેલા અમદાવાદ કિમીનલ કોર્ટ જુનીયસ એડવોકેટ બાર ના પ્રમુખ શ્રી સી.ડી.રૂપેરાની છે

ત્યાર પછીની બીજી તસવીર ઉપપ્રમુખ પદ ઉપર ચૂંટાઈ ચૂંટાયેલા મહંમદહનીફ હુસેનભાઈ શેખની છે ત્રીજી તસવીર સેક્રેટરી પદ પર ચૂંટાયેલા શ્રી મહેન્દ્રસિંહ વાઘેલાની છે ચોથી તસવીર જાેઇન્ટ સેક્રેટરી પદે ચૂંટાયેલા પલકબેન આચાર્યની છે પાંચ તસવીર ખજાનચી પદ પર ચૂંટાયેલા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટની છે

જ્યારે બાકીના ઉમેદવારો કારોબારી કમિટીમાં ચૂંટાયેલા જાહેર થયા છે જેમાં શીતલબેન જયસ્વાલ, શ્રી મુકુંદભાઈ પટેલ, મીનાબેન બ્રહ્મભટ્ટ, શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રી વિરલકુમાર પરમાર, શ્રી સત્યનારાયણ સાંખલા, સ્નેહલબેન પંચાલ, શ્રી દીપકભાઈ આબોલકરની છે

તેઓ જુનિયર્સ એડવોકેટો ના પ્રશ્ન અને હંમેશા બાર ના પ્રશ્નો બિનવિવાદાસ્પદ રીતે ઉકેલ લાવ્યા છે અને બાર તરફથી સરકારમાં અને હાઈકોર્ટમાં પણ જરૂર જણાય ત્યારે સ્પષ્ટ વક્તા બની પોતાનો પ્રશ્નો રજુ કરતા રહ્યા છે ફોજદારી બાર ના પૂર્વ પ્રમુખ શ્રી બી.એમ. ગુપ્તા, ગુજરાત બાર કાઉન્સિલ ના સભ્ય શ્રી અફઝલખાન પઠાણ, કોંગ્રેસ લીગલ સેલના અગ્રણી ઓમપ્રકાશ સાંખલા તથા ભાજપ લીગલ સેલના કન્વીનર શ્રી કે.જે.પટેલ સહિત અનેક મહાનુભાવોએ અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.  (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

અમદાવાદ ક્રિમિનલ કોર્ટ જુનિયર એડવોકેટ બારમા નોંધાયેલા સભ્યોની સંખ્યા આશરે ૧૨૦૦ જેટલી છે અને ૧૭૮ સભ્યો સક્રિય રીતે કાર્યરત છે!

સાઇરસ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘નિષ્ઠાપૂર્વક કામ કરો નામ તમારી પાછળ દોડતું આવશે”!! જ્યારે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એ કહ્યું છે કે ‘‘મૃત્યુ પછી તરત જ લોકોની સ્મૃતિ માટે ભુસાઈ ના જવું હોય તો એવું સર્જન કરો કે સૌને વાંચવાનું મન થાય અથવા એવા કાર્ય કરો કે બીજાઓને સર્જન કરવાનું મન થાય”!!

અમદાવાદ કિમીનલ કોર્ટ જુનિયર એડવોકેટ બાર ની ચૂંટણી પણ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ યોજાઈ ગઈ અને રસપ્રદ અને મહત્વની વાત એ છે કે ઉમેદવારીપત્ર ભરવાની તારીખ જાહેર કર્યા બાદ એક પણ ઉમેદવારે ફોર્મ નહિ ભરતા અને જૂની બોડી પર સંપૂર્ણ વિશ્વાસ જાહેર કરતા અમદાવાદ કોર્ટ જુનિયર એડવોકેટ બાર ની સમગ્ર બોડી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.