Western Times News

Gujarati News

આ બેઠકમાં પાકિસ્તાને પ૭ મુસ્લીમ દેશોને બોલાવ્યા, માત્ર ર૦ જ આવ્યા

(એજન્સી) ઈસ્લામાબાદ, પાકિસ્તાને ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ૭ મુસ્લીમ દેશોના નેતાઓને  આમંત્રણ પાઠવ્યુ હતુ. જાે કે તેમાંથી માત્ર ર૦ દેશના નેતાઓ જ આવ્યા હતા. જેથી પાકિસ્તાન શરમજનક સ્થિતિમાં મુકાયુ હતુ. કેટલાંક દેશોએ પોતાના રાજદૂતોને બેઠકમાં મોકલી દીધા હતા.

જે દિવસે પાકિસ્તાને આ બેઠક બોલાવી હતી એ જ દિવસે ભારતે પણ અફઘાનિસ્તાનને લઈને પાંચ દેશોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉઝબેકિસ્તાન, તાઝીકિસ્તાન, કઝાખિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગીસ્તાનનો સમાવેશ થાય છે. આ દેેશોના વિદેશ મંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

ભારતે જે પાંચેય દેશોને આમંત્રણ આપ્યુ હતુ તેેની સરહદો અફઘાનિસ્તાન સાથે જાેડાયેલી છે. રવિવારે બંન્ને દેશોની બેઠકો યોજાઈ હતી. જાે કે વિદશ નીતિના જાણકારોનું કહેવુે છે કે ભારતની આ નીતિને કારણે પાકિસ્તાનને ભારે ફટકો લાગ્યો હતો. અને પ૦માંથી ર૦ જ દેશના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ઈસ્લામિક દેશોમાં પાકિસ્તાનની છાત પણ હવે ખરાબ થઈ ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.