Western Times News

Gujarati News

સસ્પેન્ડેડ SRP જવાન રોફ જમાવવા માટે લોકો પાસેથી પૈસા પડાવતો હતો, આખરે ઝડપાયો

fake police officers arrested

કૃષ્ણનગરમાં મહિલાને લૂંટી લેનાર નકલી પોલીસ આખરે ઝડપાયો

અમદાવાદ, કૃષ્ણનગર વિસ્તારમાં મહિલાને પોલીસની ઓળખ આપી તમારે પોલીસ ચોકી આવવું પડશ એમ કહી ધાકધમકી આપીને લૂંટ કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપી સસ્પેન્ડેડ એસઆરપી જવાને એક મહિલા પાસેથી ૧૧ હજાર રૂપિયા પડાવ્યા હતા.

કૃષ્ણનગરની મણિબહેનની ચાલીમાં રહેતાં કનકબહેન ઝાલા નરોડા પાટિયા નજીકના નેશનલ હેન્ડલૂમમાં ખરીદી કરવા માટે પહોં્‌ચ્યા હતાં. કનકબહેન જ્યારે નેશનલ હેન્ડલૂમના ગેટની અંદર જતાં હતાં ત્યારે વોચમેને કહ્યું કે બહેન, તમને રોડ પર કોઈ ગાડીવાળા ભાઈ બોલાવે છે,

જેથી કનકબહેન તે કાર પાસે ગયાં હતાં. આ કારચાલકે કનકબહેનને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ત્યારબાદ કારચાલકે કનકબહેનને કહ્યું કે તમારે મારી સાથે કૃષ્ણનગર પોલીસ ચોકી આવવું પડશે, જેથી કનકબહેને કહ્યું કે મેં કોઈ ચોરી કરી નથી,

હું શું કામ આવું. તેમણે આમ કહેતાં પોલીસના સ્વાંગમાં રહેલ યુવક કનકબહેનને ધાકધમકી આપીને કહેવા લાગ્યો કે હું તમારા પર કેસ કરી દઈશ, જેથી કનકબહેન યુવકની કારમાં બેસી ગયાં હતાં. કારમાં બેસી ગયા બાદ આરોપીએ નરોડા પાટિયાથી કૃષ્ણનગર તરફ લઈને મહિલાને લાફો ઝીંકીને તેમના પર્સમાંથી રૂ.૧૧ હજારની લૂંટ કરી હતી,

જેથી પોલીસે બાતમીના આધારે નકલી પોલીસને ઝડપી લીધો હતો.પોલીસની પૂછપરછમાં જાણ થઇ કે નકલી પોલીસ બનીને રોફ જમાવી લૂંટ કરનાર આરોપી સલીમમિયાં રાઠોડ અગાઉ એસઆરપીમાં ફરજ બજાવતો હતો, પરંતુ કોઈ કારણસર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો,

જેથી દેખાવમાં પોલીસ જેવો હોવાનો ફાયદો ઉઠાવીને આરોપીએ પોતાની કારમાં નેઈમ પ્લેટ લગાવીને રોફ જમાવવા નીકળતો હતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આ આરોપી વિરૂદ્ધ ગાંધીનગરમાં પણ ફરિયાદ નોંધાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે, જાેકે નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપી સલીમમીયાંએ કયા કારણસર નકલી પોલીસ બનીને કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે તે તમામ મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.