Western Times News

Gujarati News

મુંબઈની રેસ્ટોરન્ટમાં વેઈટરે બિલ માંગતા પોલીસે મારપીટ કરી

મુંબઈ, જનતાની સુરક્ષા કરવાનું કામ પોલીસનું છે. પોલીસ ઊંઘ અને આરામ ગુમાવીને લોકો માટે દિવસ-રાત કામ કરે છે. પરંતુ કેટલાક પોલીસકર્મીઓની હરકત આખી સિસ્ટમને કુખ્યાત બનાવે છે. પોલીસનું આવું જ એક શરમજનક કૃત્ય આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

આ વીડિયો મુંબઈની એક રેસ્ટોરન્ટના સીસીટીવીમાં કેદ થયો હતો. તેમાં બતાવવામાં આવ્યું છે કે એક પોલીસ કર્મચારી રેસ્ટોરન્ટના કેશ કાઉન્ટરમાં બેઠેલા એક વ્યક્તિને ફટકારે છે. ટિ્‌વટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે પોલીસકર્મી કેવી રીતે પોતાની પોસ્ટનો દૂર ઉપયોગ કરી રહ્યો છે.

અહેવાલો અનુસાર, પોલીસ કર્મી બપોરે ૧૨.૩૦ વાગ્યે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે પહેલા ખાઘુ પછી જ્યારે વેઇટર બિલ લઈને તેની પાસે આવ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો. પોલીસકર્મીએ તેના ખાવાના બદલામાં પૈસા ચૂકવવાને પોતાનું અપમાન અનુભવ્યું અને અડધી રાત્રે ત્યાં હંગામો કરવાનું શરૂ કર્યું.

પોલીસકર્મીએ કેશિયરને થપ્પડ મારવાનું શરૂ કર્યું. પોલીસકર્મી કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. માત્ર પોતાના ખાવાના પૈસા ચૂકવવાને લઈ તે એટલો ગુસ્સામાં હતો કે તેણે મારવાનું શરૂ કર્યું. કદાચ પોલીસકર્મીએ આ કેસ દબાવી દીધો હોત, પરંતુ તેની ક્રિયાઓ આકસ્મિક રીતે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વાસ્તવમાં પોલીસ કર્મી જ્યારે પોતાના યુનિફોર્મનો ખોટો લાભ લઈ રહ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ કેશિયરને માર મારી રહ્યો હતો અને આ ઘટના કેમેરામાં કેદ થઈ. આ જ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા જ્યાંથી તે વાયરલ થયા હતા. ત્યારે લોકોએ પોલીસકર્મીની આકરી નિંદા કરી હતી. આ કેસમાં હવે લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. મુંબઈ પોલીસ પણ હવે આ કેસની તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.