Western Times News

Gujarati News

શ્રી શ્રી રવિશંકરજીના નજીકના સાથી ઋષિ નિત્યપ્રજ્ઞા દેવલોક થયા

નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકરજીના નજીકના સાથી ઋષિ નિત્યપ્રજ્ઞા દેવલોક થયા આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઋષિ નિત્યપ્રજ્ઞાનુ કોરોનાને કારણે મોત થયુ છે. કોર્પોરેટ કારકિર્દીને પાછળ છોડી દેનાર ઋષિ નિત્યપ્રજ્ઞા શ્રી શ્રી રવિશંકરજીના નજીકના હોવાનુ મનાય છે. મળતા અહેવાલ અનુસાર કોરોનાને કારણે ૫૮ વર્ષીય ઋષિ ૧૩ ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા. તેણે રવિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા માગી હતી પરંતુ ઘરે આવ્યા બાદ સોમવારે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેથી તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમણે દાયકાઓ સુધી નિઃસ્વાર્થપણે સમાજની સેવા કરી અને હજારો લોકોને તેમના આત્માપૂર્ણ અને ભક્તિમય સત્સંગ દ્વારા લોકોને પ્રેરિત કર્યા. તેમનો સેવા કરવાનો ઉત્સાહ અજાેડ હતા, તેઓ આપણા હદય અને સ્મૃતિમાં હંમેશા રહેશે.”

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના કાર્યક્રમોના ઋષિ નિત્યપ્રજ્ઞા ડિરેક્ટર હતા, સાથે જ તેઓ શ્રી રવિશંકરના નજીકના સાથી હતા. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તે કેમિકલ એન્જિનિયરની લાયકાત ધરાવતા હતા.પરંતુ તેમણે કોર્પોરેટ કારકિર્દી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મમાં ફાઇનાન્સિંગ પાર્ટનર તરીકેની ભુમિકા છોડીને તેમનું જીવન સેવામાં સમર્પિત કર્યું.તે બાઇક રેસિંગમાં નિપુણ હતા અને તેઓ ગાયક હોવાનું પણ કહેવાય છે.

ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકેના તેમના સમયમાં, તેમણે સંસ્થામાં શિક્ષકો અને સ્વયંસેવકોને તાલીમ આપી. તેમના અનુયાયીઓ દ્વારા તેમને ‘આધ્યાત્મિક વૈજ્ઞાનિક’ અને માનવતાની સેવા કરવાની ઈચ્છા સાથે અમર્યાદ ઊર્જા ધરાવતા વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે.તેમના સમયમાં તેમને સ્વયંસેવકો માટે પણ એક અભ્યાસક્રમ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમના જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત હતો કે “પ્રકૃતિએ દરેક વ્યક્તિને અનંત શક્તિઓ આપી છે.

તેમણે વિદ્યાર્થીઓથી લઈને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, ડૉક્ટરોથી લઈને ઉદ્યોગપતિઓ, વકીલોથી લઈને શિક્ષણશાસ્ત્રીઓ સુધીના એક મિલિયન લોકોને ધ્યાન અને વ્યવહારુ શાણપણ શીખવ્યું છે. શિક્ષક, માર્ગદર્શક, આધ્યાત્મિક માર્ગદર્શક, સંશોધન વૈજ્ઞાનિક, લેખક, ગાયક હોવા છતાં પણ ઋષિ નિત્યપ્રજ્ઞા પોતાને ‘જીવનનો વિદ્યાર્થી’ ગણાવતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.