Western Times News

Gujarati News

મ્યાંમારની કોર્ટે સૂ ચીની વિરુદ્ધના ૨ આરોપોમાં ચુકાદો ટાળ્યો

બેંગકોક, સૈન્ય શાસિત મ્યાંમારમાં એક સત્તાથી બેદખલ કરવામાં આવેલી નેતા આંગ સાન સૂ ચીની વિરુદ્ધ ૨ આરોપો પર પોતાનો ચુકાદો ટાળી દીધો. સૂ ચી પર સત્તાવાર પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર વૉકી-ટૉકી રાખવા અને તેની આયાત કરવાનો આરોપ છે. આ કેસ ની જાણકારી રાખનારા એક અધિકારીએ આ જણાવ્યું હતું.

સૂ ચીની અને તેમની પાર્ટીના ટોચના સભ્યોની ધરપકડ થઈ હતીઆ કેસમાં મ્યાંમાર સેનાના એક ફેબ્રુઆરીના રોજ સત્તા પર કબજાે જમાવ્યા બાદથી ૭૬ વર્ષિય નોબેલ પુરસ્કાર વિજેતાની વિરુદ્ધ રાજધાની નેપીતાની અદાલતમાં નોંધાયેલા અનેક કેસોમાંથી એક છે.

સેનાએ સૂ ચીની ચૂંટાયેલી સરકારને સત્તાથી હટાવી દીધી હતી અને તેમની નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી ના ટોચના સભ્યોની ધરપકડ કરી હતી.૧૦૦થી વધારે વર્ષોની જેલની સજા થઈ શકે છેકાયદા અધિકારીએ ગોપનીયતાની શરતો પર જણાવ્યું કે, અદાલતે ૧૦ જાન્યુઆરી સુધી ચુકાદો ટાળવાનું કોઇ કારણ જણાવ્યું નથી.

સૂ ચીની પાર્ટી ગત સામાન્ય ચૂંટણીઓમાં મોટી જીત મેળવી હતી, પરંતુ સેનાએ કહ્યું કે, ચૂંટણીમાં મોટા પ્રમાણમાં છેડછાડ થઈ. જાે કે સ્વતંત્ર ચૂંટણી દેખરેખ સંસ્થાને આ દાવા પર શંકા છે. સૂ ચીના સમર્થકો અને સ્વતંત્ર નિષ્ણાતોનું કહેવું છે કે તેમની વિરુદ્ધ તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત છે. જાે તેઓ તમામ આરોપોમાં દોષી ઠેરવાય છે તો તેમને ૧૦૦થી વધારે વર્ષોની જેલની સજા થઈ શકે છે.

કોવિડ-૧૯ના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા અને લોકોને ઉશ્કેરવા માટે ૪ વર્ષની સજાલોકશાહી સમર્થક નેતા સૂ ચીને ૬ ડિસેમ્બરના અન્ય આરોપો-કોવિડ ૧૯ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા તથા લોકોને આનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરવાના દોષી ઠેરવવામાં આવ્યા અને ૪ વર્ષની સજા સંભળાવી. સજા સંભળાવ્યા બાદ સૈન્ય સરકારના પ્રમુખે તેમની સજા અડધી કરી દીધી. તેમને સેનાએ એક અજ્ઞાત સ્થળે રાખ્યા છે. સરકારી ટેલીવિઝન પ્રમાણે, તેઓ પોતાની સજા ત્યાં જ કાપશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.