Western Times News

Gujarati News

GPSC વર્ગ-૧, ૨ની પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓનો દબદબો

પાસ થયેલા કુલ ૨૨૪ ઉમેદવારમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૬૦ વિદ્યાર્થીઓનો સમાવેશ

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ યુવાનોને આપવામાં આવી રહી છે અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને (SPCF) સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસી, પોલીસ ઈન્સ્પેક્ટર તથા વર્ગ- ૧,૨ અને ૩ના કોચિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમાજ, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. ત્યારે GPSC દ્વારા લેવાયેલી વર્ગ-૧ અને ૨ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરાયું છે. આ પરીક્ષામાં પાસ થયેલા કુલ ૨૨૪ ઉમેદવારોમાંથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૬૦ વિદ્યાર્થીઓએ ઉર્તિણ થઈ સંસ્થા અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

જાહેરાત ક્રમાંક- ૨૬/૨૦૨૦-૨૧ હેઠળ GPSC દ્વારા લેવાયેલી વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષામાં રાજકોટના સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના કુલ ૬૦ વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. આ પરીક્ષામાં પાસ થયેલા કુલ ૨૨૪ ઉમેદવારોમાંથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ૬૦ વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને સમાજ, પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષામાં પાસ થયેલા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૬૦ વિદ્યાર્થીઓને સંસ્થા અભિનંદન પાઠવે છે. પાસ થયેલા વિદ્યાર્થીઓને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (જીઁઝ્રહ્લ)ના ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા છે

અને સંસ્થામાં વધુને વધુ વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી છે. સમાજમાં કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ભાવના સાથે સુસંસ્કૃત નાગરિક બને તેવી ભાવનાથી સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલ તથા પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા તમામ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ એકી સાથે સતત વિચાર વિમર્શ કરી વધુને વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થાય અને તેમના પરિવારને,

સમાજને અને રાષ્ટ્રને સારો નાગરિક મળે તેવી ભાવનાથી સતત માનસિક અને શારીરિક હાજરી આપી રહ્યા છે. રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ, અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બિલ્ડીંગમાં ૬ હજારથી વધારે પુસ્તકની લાયબ્રેરી, વાંચનાલય, તથા વાતાનુકુલિન વાતાવરણમાં વિદ્યાર્થીઓ નજીવી ફી ભરીને તાલીમ મેળવી રહ્યા છે. હાલમાં આ સંસ્થામાં ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.