Western Times News

Gujarati News

ફોન ઓન કરી રિફંડ આવ્યું કે નહીં ચેક કરતાં, ખાતામાંથી 47000 ડેબિટ થઇ ગયા

મહિલા લોકરક્ષક સાથે ૪૭ હજારની ઠગાઇ

અમદાવાદ, શહેરના રાજકીય આગેવાનો, બેન્કના મેનેજર, વેપારી, ડોક્ટર તેમજ વકીલ સહિતના લોકો રોજે રોજ સાયબર ક્રાઇમનો શિકાર બને છે. ત્યારે હવે પોલીસ પણ સાયબર ક્રાઇમનો ભોગ બની રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,

શાહીબાગ હેડ ક્વાર્ટરના મહિલા લોકરક્ષકના ફોન પેમાંથી ૧૨૦૦ રૂપિયા ડેબિટ થતાં ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કરવા જતા તેને ૪૭,૦૦૦ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. કેશવનગર મનમોહન એપાર્ટમેન્ટમાં રહેતા શિલ્પા બામણિયાએ અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે

કે શિલ્પા શાહીબાગ હેડ ક્વાર્ટર્સમાં વુમન લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. થોડા સમય પહેલા શિલ્પાના ભાઇને ૧૨૦૦ રૂપિયાની જરૂર હતી જેથી તેણે ફોન પેની એપ્લિકેશનની મદદથી ભાઇને ૧૨૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જાેકે તેને ૧૨૦૦ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો પરંતુ રૂપિયા ટ્રાન્સફર થયા ન હતા.

જેથી શિલ્પાએ અઠવાડિયું રાહ જાેઇ તેમ છતાં રૂપિયા રિફંડ આવ્યા ન હતા. શિલ્પાએ રિફંડ લેવા માટે ગૂગલ એપ્લિકેશન પરથી ફોન પે કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. સર્ચ દરમિયાન તેને એક નંબર મળ્યો હતો. તે નંબર પર ફોન કરીને રિફંડ લેવા માટે ગઠિયા સાથે વાતચીત કરી હતી.

આથી તે ગઠિયાએ શિલ્પાને કહ્યું કે હું એક લિંક મોકલું છું તે ઓપન કરો ત્યાર બાદ તમારા ખાતામાં રિફંડ આવી જશે. આમ કહેતાં શિલ્પાએ ગઠિયાની વાતમાં આવી જઇને લિંક ઓપન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો. શિલ્પાએ ફોન ઓન કરી રિફંડ આવ્યું કે નહીં ચેક કરતાં તેમના ખાતામાંથી ૪૭,૦૦૦ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.