Western Times News

Gujarati News

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી: જીરા, મસાલા, શાકભાજી ,કપાસ પર વિપરીત અસર થશે

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં સામાન્ય વરસાદ, અન્ય વિસ્તારોનું વાતાવરણ સૂકું રહેશે

અમદાવાદ, ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે જેની સીધી અસર કૃષિ પાક ઉપર જાેવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૫ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર વિસ્તારમાં સામાન્ય વરસાદ થશે અને અન્ય વિસ્તારોનું વાતાવરણ સૂકું રહેશે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે ૪ થી ૧૧ જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે અને માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.

જ્યારે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી હવામાં ભેજ અવવાના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને થોડા અંશે કમોસમી વરસાદ થશે. ૮ થી૧૦ જાન્યુઆરીમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. ૧૬ અને ૧૮ જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે.

વાદળછાયું વાતાવરણ અને ઠંડીનો ચમકારો રહેશે. ૧૯ થી ૨૧ જાન્યુઆરીમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ફરી હિમ વર્ષા થશે અને વાતાવરણમાં પલટો આવશે. જેની અસર ગુજરાતમાં જાેવા મળશે. વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને કમોસમી વરસાદ થઈ રહ્યો છે તેના કારણે કૃષિ પાક ને નુકસાન થઈ રહ્યું છે.

આવા સંજાેગોમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે. જાે આ કમોસમી વરસાદ થશે તો જીરા, મસાલા, શાકભાજી ,કપાસ સહિતના પાકો પર વિપરીત અસર થશે.

અમદાવાદ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. બેવડી ઋતુથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ પર જાેવા મળી રહી છે. કમોસમી વરસાદની અગાહીના પગલે ખેડૂતોને પણ અપીલ છે કે પોતાના તૈયાર પાક સુરક્ષિત જગ્યા પર રાખી દે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ૨૭-૨૮ ડિસેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો હતો. મોરબી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો હતો. હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં પણ વરસાદ વરસ્યો હતો. છે. કમોસમી વરસાદ વચ્ચે કચ્છમાં કરા પડ્યાં હતા. માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.