Western Times News

Gujarati News

૧૦ મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માં ૨૬ દેશો પાર્ટનર કન્ટ્રી બનશે

ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાતની ૧૦ મી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨એ હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી ઉંચાઇઓ સર કરવા તૈયાર છે. તારીખ ૧૦ થી ૧૨મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.

સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લિડર, વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો, અને ઉદ્યોગો પાસેથી અભુતપુર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ ૧૦મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.

આ વિશાળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૨ માં સૌ પ્રથમવાર પાંચ દેશોના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે અને તેમાં તેમાં રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાઅને સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૨૬ દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જાેડાયા છે, જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને જાેડાણને વધુ મજબુત બનાવશે. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાતએ ગેટવે ઓફ ઇન્ડિયાની ભુમિકા ભજવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.