Western Times News

Gujarati News

ગુજરાત દેશ અને વિશ્વનું એજ્યુકેશન હબ બનવાના મિશન પર છે

ઑસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે, યુકે અને ફ્રાન્સ ICAI માં કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ (ICAI), વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-2022 સમિટની પ્રિ-ઇવેન્ટ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણનો માર્ગ મોકળો કર્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના ભાગરુપે  આગામી તારીખ 5મી અને 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં સાયન્સસીટી ખાતેના વિજ્ઞાનભવનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક ઇન્સસ્ટીયુશન્સ કોન્ફરન્સ યોજાશે.રાજયસરકારના શિક્ષણ વિભાગ, શ્રમ અને રોજગાર,સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ સાથે ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ એજયુકેશન,

મીનીસ્ટ્રી ઓફસ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ,દેશની વિદેશની અગ્રણી યુનિવર્સીટીઝ આ આંતરરાષ્ટ્રીય કક્ષાની એકેડમિક ઇન્સિટીયુશન્સ સમિટ- ICAI  “International Conference of Academic Institutions” યોજી રહી છે. શિક્ષણની સર્વગ્રાહી સિસ્ટમ માટે ગુજરાત નેશનલ એજયુકેશન પોલીસી2020ના અમલ માટે તૈયાર છે. રાજ્ય સરકારે  સર્વગ્રાહી અને પ્રગતિશીલ શિક્ષણ પ્રણાલી વિકસાવી છે જે ગુજરાતને વૈશ્વિક સ્તરે સૌથી વધુ પસંદગીના શૈક્ષણિક સ્થળોમાં અગ્રીમ બનાવવા કટીબધ્ધ છે.

આ આંતરરાષ્ટ્રીય કક્ષાની એકેડમિક ઇન્સિટીયુશન્સ સમિટ કે જે વાઇબ્રન્ટ સમિટ પહેલાની ઇવેન્ટ છે જેમાં શિક્ષણ ક્ષેત્રના નામાંકિત મહાનુભાવો અને ડેલીગેટ્સ , રિસર્ચ સંસ્થાઓ, પ્રોફેશનલ્સ, શિક્ષણવિદ, નેશનલ એજ્યુકેશન પોલીસીની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના પરિવર્તનમાં તેની ભૂમિકા અને તેના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની એકેડમિક ઇન્સિટીયુશન્સ સમિટએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવી શિક્ષણ પોલીસી 2020ના વિઝનને સફળતાપૂર્વક અમલીકરણ અને સાકાર કરવા માટે એક મંચ પૂરો પાડશે. જે દેશ માટે ગરીબી સામે લડવા અને દેશના નિર્માણ માટેનું ઉદ્દીપક બની રહેશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની એકેડમિક ઇન્સિટીયુશન્સ સમિટ -ICAIમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, નોર્વે, યુકે અને ફ્રાન્સ જેવા  દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા સાથે  નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે. ધ બ્રિટિશ કાઉન્સિલ, ઑસ્ટ્રેલિયા-ઈન્ડિયા બિઝનેસ એક્સચેન્જ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન, ક્વાક્વેરેલી સાયમન્ડ્સ (ક્યુએસ) અને અન્ય  જાણીતી સંસ્થાઓ તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો તરીકે કોન્ફરન્સમાં જોડાઇ રહી છે.

આગામી આ કોન્ફરન્સ અંગે ટિપ્પણી કરતા, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી, શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત પાસે વિશ્વ કક્ષાનું શિક્ષણ હબ બનાવવાની દૂરંદેશીતા અને ઈચ્છાશકિત  છે. અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દી નવી શિક્ષણ પોલીસી NEP-2020 અંગેના જુસ્સા અને વિઝનથી પ્રોત્સાહિત છીએ તથા શિક્ષણ ક્ષેત્ર અને સાથે  તેની સાથે સંકલાયેલા માટે પોલીસી સશક્તિકરણનું સાધન બની રહેશે.”

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને આ અંગેની જાણકારી આપતા વધુમાં જણાવ્યું હતું કે, ICAI કોન્ફરન્સ સાથે નિતી આયોગ, સ્કિલ ઈન્ડિયા, નેશનલ સ્કીલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-યુજીસી, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને નેશનલ બોર્ડ ફોર એક્રેડિટેશન  સરકારી સંસ્થાઓ  જોડાઇ છે.

ICAI કોન્ફરસમાં ના વિવિધ સેશન્સ-સત્રોમાં જુદા જુદા ક્ષેત્રોના જાણીતા પેનલિસ્ટ સર્વગ્રાહી શિક્ષણ અને શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પરના તમામ પાસા પર વિચાર-વિમર્શ કરશે. વધુમાં, ભાગલેનારાઓને  સંશોધન અને ઇનોવેશન, કૌશલ્ય વૃદ્ધિ, રોજગારી  વગેરે પર યોજાનારા ટેકનિકલ સત્ર અને પેનલ ચર્ચાઓમાં સામેલ થવાની તક પણ મળશે. નોલેજ આદાન પ્રદાન, B2B અને B2G માટે નેટવર્કિંગ પર ચર્ચા અને વિચાર-મંથન સત્ર પણ હશે અને બ્રાન્ડિંગ તકોનો લાભ લેવા  પ્રતિનિધિઓ સાથે બેઠકો પણ યોજાશે.

કોન્ફરન્સના પ્રથમ દિવસે ,કૌશલ્ય વૃદ્ધિ અને ઉદ્યોગસાહસિકતા પર સંલગ્ન સેશન્સમાં ભારતીય યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર તેમના અનુભવોથી માહિતગાર કરશે. સમાવિષ્ટ શિક્ષણ, મૂલ્યાંકન અને એસેસમેન્ટમાં ગુણવત્તાની ખાતરી, વૈશ્વિક રેન્કિંગ અને સંશોધન અને ઇનોવેશન માટે ભારતના રોડમેપ પર ચર્ચા થશે.

ત્યાર કોન્ફરન્સના બીજા દિવસે, શાળા શિક્ષણ પર કોવિડ-19ની અસરો, પડકાર અને ઉકેલ પર ચર્ચા થશે સાથે  ભારતીય નોલેજ સિસ્ટામ્સ પર સત્ર યોજાશે. આ ઉપરાંત, વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ માટે વાઈસ-ચાન્સેલર્સ કોન્ક્લેવ અને સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારી અંગેના સત્ર પણ યોજાશે. એટલું જ નહીં સંસ્કૃત ભાષા પર એક અનોખું સત્ર એ દિવસનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ વૈશ્વિક કક્ષાની કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય વકતાએ તેમની હાજરી પુષ્ટી આપી છે. જેમાં શ્રી અશ્વિન ફર્નાન્ડિસ (મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા, દુબઈ, યુએઈમાં ક્યુએસ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ માટે પ્રાદેશિક નિયામક), ડૉ. બેટિના વોન સ્ટેમ (લંડન બિઝનેસ સ્કૂલ, જર્મની),

ડૉ. કમિલા લુડવિકોસા (રોકલાવ યુનિવર્સિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પોલેન્ડ), ડૉ. માર્ટિન વાલ્કે (ઘેન્ટ યુનિવર્સિટી, બેલ્જિયમ), શ્રીમતી મોનિકા કેનેડી (ટ્રેડ એન્ડ ઇનવેન્સ્ટમેન્ટ કમિશનર, ઓસ્ટ્રેલિયા), શ્રી રાજેન્દ્ર ત્રિપાઠી અને  રાશિ જૈન (બંને બ્રિટિશ કાઉન્સિલ), શ્રી. ટેન્ડાઇ પેજેન્ડા (હરારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ઝિમ્બાબ્વે), ડૉ. તૈમૂર કનાપ્યાનોવ (ડેપ્યુટી ડાયરેક્ટર-જનરલ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન, IAAR, કઝાકિસ્તાન),

મિસ્ટર કોજી યોશિદા (ડિરેક્ટર અને ફર્સ્ટ સેક્રેટરી, એમ્બેસી ઑફ જાપાન), મિસ્ટર આશિષ શર્મા (ડિરેક્ટર, ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ, સાઉથ એશિયા,અને ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશન, ઓસ્ટ્રેલિયા), અને શ્રી વિવેક મનસુખાની (ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન, યુએસએ)નો સમાવેશ થાય છે.

ICAIમાં ભાગ લેનારા જાણિતા ભારતીય વક્તાઓમાં પ્રો. કન્નન મોદગલ્યા ( IIT-બોમ્બે), પ્રો. એરોલ ડિસોઝા (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ), ડૉ. ઇન્દુમતી રાવ (બેંગલોર યુનિવર્સિટી CBR નેટવર્ક), જાન એબ્બેન (નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન),

ડૉ. કે.એસ. દાસગુપ્તા (ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નૉલૉજી), શ્રી રંજન બોઝ (ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, નોઇડા), પ્રો. એસ.કે. જૈન (IIT-ગાંધીનગર), પ્રો. ડૉ.  એસ. સુંદર મનોહરન (પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી), અને ડૉ. ચંદન ચેટર્જી (ભૂતપૂર્વ ડિરેક્ટર, સ્કિલ ડેવલપમેન્ટ,ગુજરાત સરકાર, )નો સમાવેશ થાય છે.

રાજયના ગાંધીનગરમાં આગામી 10-12 જાન્યુઆરી 2022 દરમિયાન આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 2500 જેટલા ઉદ્યોગો અને સંસ્થાઓએ રસ દાખવ્યો છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર હેઠળની ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ એમઓયુને બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, સ્ટ્રેટેજીક-વ્યૂહાત્મક એમઓયુ, જેમાં યુનેસ્કો, માઈક્રોસોફ્ટ, કેમ્બ્રિજ યુનિવર્સિટી, બ્રિટિશ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ઈન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટી, આઈજીટીઆર વગેરે જેવી વિવિધ સંસ્થાઓ સાથેના 1872 પ્રતિષ્ઠિત એમઓયુ IFP ઇન્વેસ્ટર્સ ફેસીલેટેશન પોર્ટલ પર નોંધાયા છે.

બીજી કેટેગરી છે ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન MOU, જેમાં IFP પોર્ટલ પર રૂ. 2280.58 કરોડના 684 ઈન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન એમઓયુની નોંધણી કરવામાં આવી છે જેમાં વિવિધ લેબ અને સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવા સંબંધી અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગો અને સંસ્થાઓ સાથે વિવિધ નવીનતમ ટેક્નોલોજીમાં નોંધણી કરવામાં આવી છે.લગભગ ર000 લોકો વ્યક્તિગત રીતે ભાગ લે તેવી અપેક્ષા છે.

શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી એસ.જે.હૈદરે જણાવ્યું હતું કે, કોન્ફરન્સમાં યોજાનારી આંતરશાખાકીય ચર્ચાઓ દ્વારા ભાગલેનારા  વચ્ચે જ્ઞાનની આપ-લેનો સમાવેશ થશે જે નેશનલ એજયુકેશન પોલીસી NEP- 2020ના અમલીકરણ માટે વિવિધ અભિગમો, પદ્ધતિઓ અને ટુલ્સ અંગે માહિતગાર થશે.

આ કોન્ફન્સ  NEP-2020નો રોડમેપ અને વ્યૂહરચનાઓને અસરકારક રીતે સ્પષ્ટ કરશે ,જે ઉદ્યોગો  , શૈક્ષણિક અને વિદ્યાર્થીઓના સંકલન સંબંધોને મજબુત કરશે. એટલુંજ નહીં આ કોન્ફરન્સ  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે મજબૂત જોડાણ બનાવશે. આ ICAIકોન્ફરન્સ ગુજરાત અને ભારતના હિત માટે તેનું લોકશાહીકરણ અને ક્રાંતિ લાવવાની સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર માટે એક નવો અધ્યાય  લખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.