Western Times News

Gujarati News

ફિંગરપ્રિન્ટ્‌સ જેવો દેખાતો એડ્રિયાટિક સીનો આઇલેન્ડ

નવી દિલ્લી, ક્રોએશિયા કુદરતી ચમત્કારનો નમૂનો છે. જાે અહીં દિલ આકારનું આઇલેન્ડ છે, તો બીજી બાજુ આંગળીઓની છાપ જેવો પણ એક ટાપુ છે. બેવ્લજેનિક આઇલેન્ડ પથ્થરની દિવાલોના નેટવર્કિંગથી બનેલું છે, જે ગૂગલ અર્થના પિક્ચર્સમાં સ્પષ્ટપણે અંગૂઠાની છાપ જેવો લાગે છે.

આ ટાપુ બેલ્જેનિક દ્વીપના નામથી પણ ઓળખાય છે. તે ૦.૧૪ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આવેલું છે. જાે પથ્થરની દિવાલોને ભેગી કરીએ, તો તે ૨૩ કિલોમીટર સુધી બનેલી છે. ક્રોએશિયન નેશનલ ટૂરિસ્ટ બોર્ડના જણાવ્યા અનુસાર આ ટાપુ એન્ડ્રીયાટિક સમુદ્ર પર મળ્યો હતો અને તેનો ઉપયોગ ખેતી માટે થતો હતો.

અહીં રહેતા લોકો સંપૂર્ણપણે શાકાહારી હતા. અહીં મોટાભાગે સાઈટ્રસ વૃક્ષો લાગેલા છે. આખા ટાપુ પર પથ્થરની દિવાલોનું આખું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. તેનું કારણ પાકને પવનથી બચાવવાનું છે. સમગ્ર ખેતરને અલગ-અલગ પ્લોટમાં વહેંચીને દિવાલો બનાવવામાં આવી છે.

કહેવાય છે કે આ દિવાલો વર્ષ ૧૮૦૦માં બનાવવામાં આવી હતી. આ દિવાલો ડ્રાય સ્ટોન વોલિંગ ટેકનિકથી તૈયાર કરવામાં આવી છે, જે અત્યંત કાળજી સાથે એકબીજાથી લોક કરવામાં આવી છે. હવે અહીં ફળના વૃક્ષો તો નથી, પણ પથ્થરોની દીવાલો આવી જ ઊભી છે. તેને વર્ષ ૨૦૧૮થી સંરક્ષિત કરવામાં અવી છે અને આ સ્થાન યુનેસ્કો હેરિટેજ સાઇટ્‌સની સૂચિમાં પણ સામેલ છે. અહીં ટૂરિસ્ટ બોર્ડ પર લખેલું છે કે આ જગ્યા કઠોર પરિશ્રમ અને સભ્યતાનો નમૂનો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.