Western Times News

Gujarati News

કપાસની ગાંસડીની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ

ગઢડા, ગઢડા પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી કુલ-૧૬ જગ્યાએથી કપાસની ચોરી કરનાર ગેંગને પીકઅપ વાન સાથે ઝડપી પાડીછે. ગઢડા, ઉમરાળા, વલ્લભીપુરનાં અલગ અલગ વિસ્તારમાંથી કુલ-૧૬ જગ્યાએથી ગેગ દ્વારા કપાસની ચોરી કરવામાં આવેલ આરોપીઓ પાસેથી પોલીસે એક પીકઅપવાન સાથે રોકડ ૧,૫૬,૦૦૦ નો મુદમાલ ઝડપી પાડ્યો છે.

ભાવનગર અને બોટાદ પોલીસ દ્વારા ચોરી તેમજ મિલકત સબંધી ભવિષ્યમાં કોઇ ગુનાઓ ન બને અને બનેલ ગુનાઓ શોધી કાઢવાની આપેલ સુચનાને આધારે જિલ્લામાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવતું હતું. વાહન ચેકીગ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઢડા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ આર.બી.

કરમટીયા તથા સ્ટાફ તા. ૦૪/૦૧/૨૦૨૨ નાં રોજ ગઢડા અડતાળા રોડ પર પોલીસ વાહન ચેકિંગ કામગીરીમાં હતા ત્યારે બાતમી મળેલ કે એક પીકઅપ વાહન છે જેનો ઉપયોગ કપાસની ચોરીમાં થઇ રહ્યો છે. અને તેમાં બેસેલા શખ્સો દ્વારા કપાસ ચોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ બાતમીને આધારે પીકઅપ વાહન આવતું જાેઇને પોલીસે તેને રોકી ચેકિંગ કર્યું હતું. જેમાં બેસેલ પાંચ શખ્સોની અલગ અલગ યુક્તિથી પૂછપરછ કરાતા પાંચેય ઇસમોએ કપાસની ચોરી કરતા હોવાની કબુલાત કરી લીધી હતી. આ સમયે પોલીસે જે પીકઅપ વાહન રોક્યું હતું. જ્યારે રોકડ રૂપિયા ૧,૫૬,૦૦૦નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. આ પાંચેય શખ્સ દ્વારા કરવામાં આવેલી કબૂલાત મુજબ તેમણે અત્યાર સુધીમાં કૂલ ૧૦૩ કપાસની ગાંસડીઓ ચોરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.