Western Times News

Gujarati News

સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન કલેક્શન ૬૨ ટકા વધ્યું

ગાંધીનગર, મહામારીની સંભવિત ત્રીજી લહેરનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર માટે આનંદદાયક સમાચાર આવી રહ્યા છે. ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં સ્ટેમ્પ ડ્યુટી અને મિલકતની નોંધણીમાંથી સરકારની આવકમાં ૬૨% નો વધારો થયો છે.

તેની સાથે જ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે નોંધાયેલી મિલકતોની સંખ્યામાં ૩૪%નો ઉછાળો નોંધાયો છે. જે દર્શાવે છે કે રિયલ એસ્ટેટ સેક્ટર આગ ઝરતી તેજી તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશનમાંથી સરકારની આવક ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં રૂ. ૭,૪૯૯ કરોડ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલી રૂ. ૪,૬૨૪ કરોડથી ૬૨% વધુ છે.

તેવી જ રીતે ૨૦૨૦-૨૧ વર્ષના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં મિલકતની નોંધણીની સંખ્યા ૭,૪૪,૫૦૦ હતી. જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ૩૪% વધીને ૯,૯૫,૮૦૯ પર પહોંચી ગઈ છે. આમ રિયલ્ટી સેક્ટરમાં વધુ નોંધણીઓ માર્કેટમાં રિકવરીના સંકેત આપે છે.

નોંધણીની સંખ્યામાં વધારો તેમજ સ્ટેમ્પ ડ્યુટી અને મિલકતોની નોંધણીમાંથી સરકારની આવક બંનેમાં જાેરદાર વધારો એ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવેલા ભારે ઉછાળાને દર્શાવે છે, જે માત્ર મોટાપાયે રોજગાર જ પ્રદાન કરતો નથી, પરંતુ આર્થિક પ્રવૃત્તિને પણ વેગ આપે છે.

મહમારી બાદની આ સ્થિતિ ખૂબ જ આશાજનક છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં રાજ્ય કોવિડ-૧૯ મહામારીની ભયંકર બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું તેમ છતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જાેવા મળેલી આ પ્રભાવશાળી તેજીથી માર્કેટ ઝૂમી ઉઠ્‌યું છે.

રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષમાં લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે થયેલ નુકસાન ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં નોંધપાત્ર રીતે ફાયદામાં પલટાઈ ગયું છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીથી સરકારની આવકમાં સ્પષ્ટપણે મોટો વધારો થયો છે.

” સ્ટેમ્પ ડ્યુટીથી આવકમાં ૬૨% અને મિલકતોના રજીસ્ટ્રેશ દ્વારા ૩૪% નો વધારો ખરેખર અસાધારણ છે તેમ અન્ય એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. “ગયા વર્ષે (૨૦૨૦-૨૧) માં અમારી પાસે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી દ્વારા ધારવામાં આવેલા આવકના અંદાજમા મોટો ગેપ જાેવા મળ્યો હતો અને ઓછી આવક થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.