Western Times News

Gujarati News

પત્નીની જન્મદિવસના બીજા દિવસે પતિએ હત્યા કરી નાખી

પ્રતિકાત્મક

ગાઝીયાબાદ, લગ્ન જીવનમાં ઉદ્ભવેલી કડવાસ દૂર કરવાને બદલે કે પછી છૂટા પડીને સમાધાન લાવવાના બદલે ગુનાહિત કૃત્ય કરી બેસતા હોય છે. આવો જ એક હચમચાવી દેનારો કિસ્સો બન્યો છે કે જેમાં પતિએ પોતાની પત્નીથી છૂટકારો મેળવવા માટે તેનું કાસળ કાઢી નાખ્યું છે.

આ ઘટના ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાં બની છે કે જ્યાં હોટલમાં એક શખ્સે સોમવારે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલા આ શખ્સે હોટલમાં રૂમ ભાડે લીધો હતો.

આ દરમિયાન પિયરમાં પહેતી પત્નીને તેણે હોટલમાં મળવા માટે બોલાવી હતી. હોટલ મેનેજમેન્ટ દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ કબજે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આરોપીની શોધખોળ શરુ કરી છે. મૂળ દિલ્હીના સંતનગર બુરાડીની રહેવાસી ૨૬ વર્ષની પ્રિયંકાના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલા પૂર્વ હાપુડ જનપદના બહાદુરગઢના રહેવાસી અર્જુન સાથે થયા હતા.

લગ્ન પછી પ્રિયંકાએ દીકરીને જન્મ આપ્યો હતો, જે દોઢ વર્ષની છે. પાછલા એક વર્ષથી પતિ પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તે દિલ્હીમાં પોતાના પિયર ચાલી ગઈ હતી. શનિવારે બપોરે અર્જુને એક હોટલમાં રૂમ બૂક કરાવીને રહેવા લાગ્યો હતો. સોમવારે તેણે પત્નીને આ હોટલ પર વાતચીત કરવા માટે ૧૦ વાગ્યે બોલાવી હતી. આ દરમિયાન કોઈ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને પછી અર્જુને પ્રિયંકાની હત્યા કરી નાખી હતી.

પોલીસને ઘટના અંગે સૂચના મળતા વધારે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના જે દિવસે બની તેના એક દિવસ પહેલા એટલે કે રવિવાર (૯ જાન્યુઆરી)ના દિવસે પ્રિયંકાનો જન્મદિવસ પણ હતો.

ઘટનાના સંબંધમાં પ્રિયંકાની બહેન ચંચલે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા બન્ને પ્રેમ વિવાહ કર્યા હોવાના દાવા પર તેમની લગ્ન કરાવી દેવાયા હતા. લગ્ન પછી બન્ને અલગ ભાડે રહેવા માટે ગયા હતા. આરોપ છે કે આ દરમિયાન અર્જુને પ્રિયંકાને કરંટ આપીને મારવાની કોશિશ કરી હતી.

આ પછી પિયરવાળાએ બન્નેને પિયરની નજીક ઘર ભાડે લેવડાવ્યું અને ત્યાં અર્જુનને પેટ્રોલ પંપ પર નોકરી પણ અપાવી દીધી. ચંચલે આરોપ લગાવ્યો કે દહેજના કારણે બહેનની હત્યા કરવામાં આવી છે. હોટલમાંથી એ હત્યા બાદ ફરાર થતો હતો ત્યારે મેનેજમેન્ટ દ્વારા તેને રૂપિયા ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું,

જાેકે, તેણે થોડીવારમાં આવીને હિસાબ કરું તેવી વાત કરીને ફરાર થઈ ગયો હતો. આ પછી હોટલના કર્મચારીઓએ રૂમમાં જાેયું તો પ્રિયંકાની લાશ લોહિ લુહાણ હાલતમાં પડી હતી. જે બાદ હોટલ દ્વારા ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પ્રિયંકાના ભાઈની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપી અર્જુનની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને ઘટના સ્થળ પરથી મૃતકનું આધારકાર્ડ મળ્યું છે જેના પરથી ખ્યાલ આવ્યો કે પ્રિયંકાનો ૯ જાન્યુઆરીએ જન્મદિવસ હતો. હોટલમાં સીસીટીવી કેમેરા નથી પરંતુ હોટલના રજિસ્ટરમાં થયેલી એન્ટ્રીના આધારે પોલીસ દ્વારા આ કેસમાં આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.