Western Times News

Gujarati News

સુખડ-ચંદનના લાકડાની હેરફેર કરનાર પાંચ તસ્કરો ઝડપાયા, રૂ.૫.૩૪ લાખની કિંમતનું લાકડું જપ્ત

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરના મહુડી -ફતેપુરા રોડ પરથી ઇકો કારમાં સુખડ ચંદન ના લાકડાનો જથ્થો ભરીને ડિલિવરી આપવા માટે નીકળેલા તસ્કરોને ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડી રૂ. ૫.૩૪ લાખની કિંમતનું ચંદન જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

એલસીબી પીઆઇ એચ પી ઝાલાની ટીમ સોમવારે મધ્ય રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ માટે પેથાપુર પોલીસ મથકની હદમાં કાર્યરત હતી એ દરમિયાન બાતમી મળી હતી કે મહુડી થી ફતેપુરા થઈ ગાંધીનગર તરફ ઈકો ગાડીમાં પ્રતિબંધિત સુખડ ચંદન ના લાકડા ની હેરફેર થવાની છે જેના પગલે એલસીબીના કાફલાએ ફતેપુરા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબ ની ઇકો કાર દૂરથી દેખાતા તેની ઈશારો કરી ને રોકી દેવાઇ હતી.

જેમાં ડ્રાઈવર સહિત પાંચ ઈસમોએ બેઠા હતા બાદમાં એલસીબીની ટીમે કારની તલાસી લેતાં અંદરથી કંતાનના કોથળામાં ભરેલા સુખડ ચંદન ના લાકડા ના ટુકડા મળી આવ્યા હતા.

જેના પગલે બોરીજ રેન્જના વન અધિકારી ને બોલાવી ચંદનના લાકડા ની ખરાઇ કરી કુલ ૧૭૮ કિલોગ્રામ જથ્થાની કિંમત રૂપિયા ૫ લાખ ૩૪ હજાર ગણવામાં આવી હતી જે અંગે પાંચે ઇસમોની પુછતાછ શરૂ કરાતા તેમણે પોતાના નામ મહંમદ હનીફ મુનિરમિયા અલ્લાહમિયાં મલેક, અશોક પુનમભાઈ તડપદા,સુરેશ ગોરધનભાઈ તડપદા, જયંતિ કાન્તિભાઈ તડપદા અને અરવિંદ મગનભાઈ તડપદા હોવાનું જણાવ્યું હતું તેમજ ઉક્ત ચંદન સતલાસણા તાલુકાના એક ગામમાંથી કાપી લાવ્યા ની તેમણે કબૂલાત કરી હતી જે અન્વયે એલસીબીએ રૂ. ૫.૩૪ લાખની કિંમતનું સુખડ ચંદન ઇકો કાર મળી રૂ. ૯.૩૪ લાખનો મુદ્દામાલ કબજે લઇ પાંચેયની ધરપકડ કરી પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.