ઉતરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી છતાં બજારોમાં મંદીનો માહોલ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ઉતરાયણ પર્વને આડે માંડ હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિકોમાં ઉત્તરાયણના પર્વને લઇને અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ગોધરાના બજારોમાં વિવિધ પ્રકારના અવનવી ડિઝાઇન વાળા પતંગ તેમજ વિવિધ માંઝાએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે શહેરના વિવિધ બજારોમાં પતંગ અને દોરી ખરીદવા માટે લોકોની ભીડ જામતી હોય છે.જાે કે આ વખતે ઉત્તરાયણના પર્વમાં શહેરીજનોને મોંઘુ પડી શકે તેમ છે. પતંગ તેમજ દોરીના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે
તેમ છતાં પતંગ રસિકો હોશે હોશે માંઝા તેમજ પતંગોની ખરીદી કરવા અનેરો ઉત્સાહ દાખવી રહ્યા છે.આ ઉતરાયણમાં વિવિધ પ્રકારના પતંગ જાેવા મળી રહ્યા છે. તેમાં ઢાળ, મોટી ઢાળ, ચાંદેદાર, લબુકીયો તેમજ બીજા વિવિધ પ્રકારના પતંગ જાેવા મળી રહ્યા છે.
આ વખત ની ઉતરાયણમાં પ્લાસ્ટિકના પતંગ પણ જાેવા મળી રહ્યા છે.આ વર્ષે પણ દર વર્ષની જેમ પતંગોની દુકાનો શરૂ થઈ ગઈ છે.અને આ વર્ષે કંઈક અલગ જ પ્રકારના પતંગ પણ જાેવા મળી રહ્યા છે.સાથે આ વર્ષે પતંગ પર સુવિચારો લખવામાં આવ્યા છે. ઉતરાયણ માં લોકો ને પવનની નહિં પરંતુ મંદીના વાદળો ની ચિંતા છે.આ વખતે કદાચ પવન અનૂકુળ હોઈ શકે પરંતુ મંદીએ તો અત્યારથી જ લોકો ને નિરાશ કરી નાખ્યાં છે. ગત વર્ષ કરતા દોરી પતંગની કિંમતોમાં અંદાજે ૨૦ ટકાનો વધારો નોધાયો છે.
પતંગોમાં ૪૦૦ થી ૫૦૦ સુધીમાં ૧૦૦ નંગ ઉપલબ્ધ છે. પતંગની સાઇઝ મુજબ ભાવ અલગ હોય શકે છે.દર વર્ષે આમ તો મોંઘવારી જાેવા મળતી જ હોય છે. પરંતુ આ વખતે તેની વ્યાપક અસર જાેવા મળી રહી છે. આમ છતા પતંગ રસિકોમાં એટલો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે કે પતંગ રસિયાઓ ખરીદી કરી જ રહ્યા છે.પરંતુ વેપારીઓ ના જણાવ્યા મુજબ હજી જાેઈએ તેવી ધરાકી ન હોવાની વાત કરી હતી…