Western Times News

Gujarati News

ઓમિક્રોનને રોકવો અસંભવઃ બુસ્ટર ડોઝ પણ કામ આવે તેમ નથી

નવી દિલ્હી, કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્ટને અટકાવવો લગભગ અશક્ય છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે. સરકારના એક ટોચના નિષ્ણાંતે આ બાબત જણાવી છે. તેમણે કહ્યુ છે કે કોવિડ હવે એક ભયાનક બિમારી નથી. નવા સ્ટ્રેનની અસર ઘણી ઓછી છે અને ઘણા ઓછા લોકોને જ હોસ્પીટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. Omicron is unstoppable and we all will be infected with it says Dr Jaiprakash Muliyil chairperson of ICMR

આઈસીએમઆરના નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એપીડેમીયોલોજીમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા ડો. જયપ્રકાશ મુલીયિલએ કહ્યુ છે કે ઓમિક્રોન એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ છીએ. આપણા લોકોમાંથી ઘણાને એ પણ ખબર નહી પડે કે આપણે તેનાથી સંક્રમિત થઈ ગયા છીએ.

સંભવતઃ ૮૦ ટકાથી વધુને એ પણ ખબર નહી પડે કે એ અમને કયારે થયો હતો ? તેમણે કહ્યુ છે કે કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટને રોકવો અસંભવ છે અને આખરે તે સમગ્ર દુનિયાને સંક્રમિત કરીને જ રહેેશે. ડો. મુલિયિલે એમ પણ જણાવ્યુ છે કે ઓમિક્રોન વેરીયન્ટને ફેલાતો રોકવા માટે વેકસીનનો બુસ્ટર ડોઝ પણ કામ આવે તેમ નથી એટલે કે તે રોકી શકે તેમ નથી.

Dr. Jaiprakash Muliyil, epidemiologist and chairperson of the Scientific Advisory Committee of the National Institute of Epidemiology at the Indian Council of Medical Research, said that Omicron is unstoppable and booster vaccine doses will not be able to stop the spread of the virus.

આઈસીએમઆરના નિષ્ણાંતનો ચોંકાવનારો દાવોઃ ઓમિક્રોન વેરીયન્ટ ડેલ્ટા કરતા ઘણો હળવો છેઃ ઓછા દર્દીઓ હોસ્પીટલમાં દાખલ થાય છેઃ તેને નિપટી શકાય તેમ છે : હવે કોરોના ખતરનાક નથીઃ આ સંક્રમણથી શરીરમાં આવતી ઈમ્યુનીટી જીવનભર રહેશેઃ જ્યારે વેકસીન નહોતી આવી ત્યારે પણ ભારતની ૮૫ ટકા વસ્તી સંક્રમિત હતીઃ વેકસીનનો પહેલો ડોઝ જ બુસ્ટર ડોઝ હતો.

આઈસીએમઆરના નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એપીડેમિયોલોજીના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા આ ડોકટરે એનડીટીવી સાથેની વાતચીતમાં એવુ કહ્યુ હતુ કે, હવે કોરોના ખતરનાક નથી કારણ કે તેનો નવો સ્ટ્રેન નબળો છે અને હોસ્પીટલમાં દાખલ થવાની પણ જરૂર નથી. તેમણે કહ્યુ છે કે હવે આ એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ તેમ છીએ. તે ડેલ્ટાની સરખામણીમાં ઘણો માઈલ્ડ (હળવો) છે અને તેને રોકવાનું વ્યવહારીક રીતે અસંભવ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.