Western Times News

Gujarati News

લો બોલો, મજૂરો હેલિકોપ્ટર દ્વારા મતદાન કરવા જશે

પ્રતિકાત્મક

દિલ્હી,  ઉત્તરાખંડમાં પહેલીવાર બરફવાળા વિસ્તારોમાં કામ કરતા મજૂરો હેલિકોપ્ટર દ્વારા મતદાન કરવા જશે. ભારે હિમવર્ષાના કારણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ભારત-ચીન બોર્ડર પર બની રહેલા રસ્તા પર કામ કરી રહેલા લગભગ સો મજૂરોને આ સુવિધા આપશે. બીઆરઓના અધિકારી દરેક મજૂરને મતદાન મથક સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરહદી પિથોરગઢ જિલ્લાના મુનસિયારી ખાતે 3400 મીટરની ઉંચાઈએ મિલામ-લાસ્પામાં ભારત- ચીન સરહદને જોડતા રસ્તાના નિર્માણમાં મોટી સંખ્યામાં કામદારો રોકાયેલા છ.

મુનસિયારીથી લગભગ 54 કીમી દૂર આવેલા લાસ્પામાં 6 ફૂટથી વધુ બરફ પડયો છે. મતદાનની તારીખ સુધી બરફથી ઢંકાયેલ ચાલવાના રસ્તાઓ ખુલવાના કોઈ અણસાર નથી. 15થી 31 કિમી સુધીના રસ્તાઓમાં ઘણી જગ્યાએ બરફ છે.

આવી સ્થિતિમાં પગપાળા ચાલવું મુશ્કેલ છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને બીઆરઓએ તેના કાર્યકરોને હેલીકોપ્ટર દ્વારા મતદાન મથકો પર લઈ જવાનો નિર્ણય કર્યો છે.

જેનાથી સ્થાનિક લોકો પણ ખુશ છે. લીલામ ગામના રહેવાસી આનંદ સિંહનું કહેવું છે કે તેનો ભાઈ તેત્રાસિંહ બીઆરઓમાં સાથી છે. હિમવર્ષાના કારણે તે ઘણીવાર આ સિઝનમાં તેઓ સરહદ પર ફસાઈ જાય છે. પરંતુ આ વખતે તેઓ મત આપવા માટે હેલિકોપ્ટર દ્વારા આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.