Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૪,૭૨૦ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ગઈકાલ કરતાં આજે કોરોના કેસમાં ૧૫.૮ ટકાનો વધારો થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૪,૭૨૦ નવા કેસ નોંધાયા છે અને ૪૪૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૬૦,૪૦૫ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯,૫૫,૩૧૯ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૧.૦૫ ટકા છે ઓમિક્રોનના કુલ કેસ ૪૮૬૮ થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૬૯,૪૯,૧૭,૧૮૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧ જાન્યુઆરીએ ૧૭,૬૧,૯૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લતા મંગેશકર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જાનવી કપૂર, ખુશી કપૂર, સુઝેન ખાન, વીર દાસ, નેહા પેડસે, મોહિત મલિક પણ સંક્રમિત થયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૪૭૬ કેસ નોંધાયા છે. બીજી તરફ ૨૭૦૪ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૮,૪૦૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ ૯૪.૫૯ ટકાએ પહોંચ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.