એસ. સોમનાથ બન્યા ISROના નવા ચીફ

નવી દિલ્હી, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડાયરેક્ટર અને ISROના મુખ્ય વૈજ્ઞાનિક એસ. સોમનાથને ISROના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. એસ. સોમનાથ ISROના હાલના ચીફ કે. સિવાનની જગ્યા લેશે. તિરુવનંતપુરમ સ્થિત VSSCના ડાયરેક્ટર એસ. સોમનાથ દેશના સૌથી ટેલેન્ટેડ રોકેટ ટેક્નોલોજિસ્ટ અને એરોસ્પેસ એન્જિનિયરમાંથી એક છે.
VSSC પહેલા એસ. સોમનાથ તિરુવનંતપુરમ સ્થિત લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC)ના ડાયરેક્ટર પદે પણ રહ્યાં છે. તેઓએ ISROના રોકેટ્સના વિકાસમાં ઘણું જ યોગદાન આપ્યું છે. સોમનાથ લોન્ચ વ્હીકલની ડિઝાઈનિંગના માસ્ટર છે. તેઓ લોન્ચ વ્હીકલ સિસ્ટમ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઈન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ અને પાઈરોટેક્નીક્સના એક્સપર્ટ છે.
ISRO ચીફ બન્યા તે પહેલાં તેઓ GSAT-MK11(F09)ને અપગ્રેડ કરી રહ્યાં હતા કે જેથી ભારે સંચાર સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય. આ ઉપરાંત એસ. સોમનાથ GSAT-6A અને PSLV-C41ને પણ વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં લાગ્યા હતા કે જેથી રિમોન્ટ સેન્સિંગ સેટેલાઈટ્સને યોગ્ય રીતે લોન્ચ કરી શકાય.