Western Times News

Gujarati News

શિયાળામાં સ્નાન કર્યા પછી કોપરેલથી મસાજ કરવાથી ત્વચા નરમ રહે છે

લોકો તેલ માલીશ કરીને ગરમ ગરમ પાણીથી સ્નાન કરે છે, જેના કારણે શરીરની ચામડીનું ઉપરનું લેયર  સૂકું થઈ જાય છે. તેલ માલીશ કરીને હંમેશા હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. અને સ્નાન કર્યા બાદ પણ થોડું કોપરેલનું તેલ આખા શરીરે લગાવવું જોઈએ. 

શિયાળામાં કડકડતી ઠંડીના કારણે ત્વચા રૂક્ષ થવીએ સામાન્ય છે. વધુ પડતી રૂક્ષ ત્વચાને કારણે શરીરે ખંજવાળ આવવાની ફરિયાદ હોય છે. ત્વચાને ચીકણી અને મુલાયમ રાખવા માટે શિયાળામાં ત્વચાને નમી આપવા માટે ત્વચાને વધારાનું તેલ પુરુ પાડવાની જરૂર પડે છે.

તેથી જ શિયાળામાં ત્વચામાં નમી જળવાઈ રહે છે. જાેકે દરેક વ્યક્તિએ પોતાની ત્વચાના પ્રકારને તેમજ કોઈ ઓઈલથી થતી એલર્જીને ધ્યાનમાં રાખીને ઓઈલનો ઉપયોગ કરવો જાેઈએ.

કોપરેલ તેલ ત્વચા માટે ફાયદાકારક છે. શિયાળામાં ત્વચા વધુ પડતી રૂક્ષ થતી હોય છે, ત્યારે ચામડી ઉખડવા લાગે છે તેમજ ખંજવાળ આવવા લાગે છે. આવી ત્વચા પર કોપરેલનું મસાજ અસરકારક નીવડે છે.

શરીર પરની ખંજવાળને અટકાવવા માટે કોપરેલથી શરીરે મસાજ કરીને પછી સ્નાન કરવું. સ્નાન કરતી વખતે સાબુનો ઉપયોગ નહીંવત કરવો.

કોપરેલને સ્નાન કર્યા પછી પણ શરીરે મસાજ કરવાથી ત્વચા પર નમી રહે છે. સ્નાન કર્યા પછી શરીર લુછી શરીર થોડું ભીનું હોય ત્યારે જ કોપરેલ શરીરે લગાડવાથી ત્વચા મુલાયમ, ચીકણી થાય છે. પરિણામે ત્વચા પર ખંજવાળ આવતી અટકે છે. કેટલાક લોકો તેલ માલીશ કરીને ગરમ ગરમ પાણીથી સ્નાન કરે છે, જેના કારણે શરીરની ચામડીનું ઉપરનું લેયર  સૂકું થઈ જાય છે. તેલ માલીશ કરીને હંમેશા હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. અને સ્નાન કર્યા બાદ પણ થોડું કોપરેલનું તેલ આખા શરીરે લગાવવું જોઈએ.

જેતુનનું તેલ-શિયાળામાં ત્વચા ફકત ડ્રાયજ નહીં પરંતુ ટેનિંગ પણ થતી હોય છે. ઠંડીથી બચવા માટે લોકો તડકામાં વધુને વધુ સમય પસાર કરવાનું પસંદ કરતા હોય છે. પરિણામે ત્વચા ટેન પડી જતી હોય છે, આ તકલીફના નિવારણ માટે જૈતુનનું તેલ ફાયદાકારક છે.

જૈતુનના તેલના ચારથી પાંચટીપા લઈ ચહેરા તેમજ શરીર પર સમાજ કરવો. બે-ત્રણ કલાક પછી સ્નાન કરવું. ઘણી મહિલાઓ રાતના ચહેરા પર તેલ લગાડીને મસાજ કરતી હોય છે અને સવારે ચહેરો ધોતી હોય છે. આ રીતે પણ કરી શકાય છે. ઉપરાંત જૈતુનના તેલને સ્નાન પછી મોઈશ્વરાઈઝર ક્રીમ તરીકે પણ લગાડી શકાય છે.

બદામનું તેલઃ આંખની આસપાસના કાળા કુંડાળા, કરચલીઓને દુર કરવા માટે બદામનું તેલ ફાયદાકારક છે. શિયાળામાં પણ તેનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.

શિયાળામાં બદામના તેલથી માલિશ કરવાથી ચહેરા પરના ડાઘ-ધબા આછા- હળવા થાય છે.
એડી પરની ફાટેલી ત્વચાને મુલાયમ કરવા માટે ધોયેલી એડી પર રાતના બદામનું હુંફાળું તેલ હથેળી પર લળ હળવે હળવે એડી પર મસાજ કરવો. જેથી તેલને ત્વચા શોષી લેશે.

ચહેરા પર પણ બદામના તેલથી માલિશ કરવાથી ત્વચા મુલાયમ થાય છે. ચહેરા પર તેલ વધુ પડતું લાગે તો બ્લોટિંગ પેપરથી લુછી લેવું. રાતના ચહેરા પર બદામના તેલથી મસાજ કરીને સૂઈ જવું અને સવારે ચહેરો ધોઈ નાખવો.

ઓર્ગનનું તેલઃ ઓર્ગનએ આર્યુવેદિક તેલ છે. તેનો ઉપયોગ આયુર્વેદમાં ત્વચા માટે ફાયદાકારક જણાવવામાં આવ્યો છે. જાેકે ઓર્ગન ઓઈલ બદામ, કોપરેલ અને જૈતુનના તેલની સરખામણીમાં ઓર્ગન ઓઈલનો ઉપયોગ ઓછો થતો હોય છે પરંતુ તે ત્વચા માટે અસરકાર સાબિત થયું છે.

ઓર્ગન તેલ અલ્ટ્રા- હાઈડ્રેટિંગ હોય છે, જે વધારે પડતી રૂક્ષ ત્વચા અને ડેમજ સ્કિનને ઠીક કરવામાં મદદ કરે છે તે ત્વચા પર જલદી શોષાઈ જતું હોય છે. જાેકે ઘણાને આ તેલની એલર્જી થતી હોય છે. તેથી ઉપયોગમાં લેતા પહેલા બે-ત્રણ ટીપા લઈને મસાજ કરવું અને દિવસ દરમિયાન ત્વચામાં કોઈ તકલીફ ન થાય તો જ તેનો ઉપયોગ કરવો. આ તેલ વધુ પડતી રૂક્ષ ત્વચા માટે જ ઉપયોગમાં લેવું. સામાન્ય તેમજ ઓઈલી ત્વચા ધરાવનારાએ આ તેલનો ઉપયોગ કરવો નહીં.

જાેજાેબાઃ જાેજાેબા તેલનું ટેકશ્ચર ઘણું હળવું હોય છે. તેથી દરેક પ્રકારની ત્વચા પર તે અસરકારક છે. શિયાળામાં આ તેલનો મસાજ ત્વચાને નમી પ્રદાન કરે છે.

સ્નાન કરતા પહેલા ત્રણ-ચાર ટીપા જાેજાેબા ઓઈલના લઈને ચહેરા પર બે થી ત્રણ મિનીટ સુધી મસાજ કરવો. મોઇશ્વરાઈઝર ક્રીમની માફક પણ તેનો ઉપયોગ કરી શકાય છે. મસાજ કર્યા પછી એક ભીના નેપકિનથી ચહેરો લુછી લેવો જેથી વધારાનું તેલ નીકળી જાય.

આ તેલથી અઠવાડિયામાં બે-ત્રણ વખત મસાજ કરવો. જાે ફાયદો જણાતો લાગે તો જ નિયમિત મસાજ કરવાનું શરૂ કરવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.