Western Times News

Gujarati News

ધાંધલપુર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવમાં ઉજવાયો

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાંઘલપુર ખાતે આવેલા સ્વામીનારાયણ ગાદી સંસ્થાન,મણિનગર, અમદાવાદ સંચાલિત સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામા આવ્યુ હતુ.આ શાકોત્સવમાં ધાધલપુર ગામ સહિત મોટી સંખ્યામાં હરીભક્તો પણ ઉપસ્થિત રહીને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

ભગવાન સ્વામીનારાયણ દ્વારા લોયાધામના હજારો હરીભક્તો માટે શાકોત્સવનું ઓયોજન કરીને જમાડવામા આવ્યા હતા.ત્યારથી ચાલી આવતી આ શાકોત્સવની અવિરત પરંપરા આજે પણ યથાવત છે.મણિનગર ગાદી સંસ્થાન દ્વારા સ્વામીનારાયણ મંદિરોમાં વર્ષોથી શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામા આવે છે.

શહેરા તાલુકાના ધાંધલપુર ગામે તાજેતરમાં ભવ્ય સ્વામીનારાયણ મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. મણિનગર ગાદી સંસ્થાનના સંતો યોગપ્રિયદાસજી સ્વામી, ધર્મનયતદાસજી સ્વામી, ઘનશ્યામસ્વરુપદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી, સ્વામી સત્યદર્શનદાસજી સ્વામી ગુરૂ પ્રિયદાસજી સ્વામી,

નિર્દોષ સ્વરુપ દાસજી સ્વામી,સહીતે હાજર હરીભક્તોએ ભગવાન સ્વામીનારાયણની પુજા-અર્ચન કરીને આરતી ઉતારી હતી ઉપસ્થિત સંતો દ્વારા શાકોત્સવના આયોજન રુપે શાકનો વઘાર કરવામાં આવ્યો હતો. શહેરા તાલુકામાંથી આવેલા હરીભક્તોએ શાકોત્સવમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.