Western Times News

Gujarati News

કોરોનાને જાે ફલૂ તરીકે જાહેર કરી તો સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છેઃ ડો.મુકેશ મહેશ્વરી

ભારતમાં હાલ કોરોનાને ફલૂ તરીકે જાહેર ન કરી શકાય

(એજન્સી),અમદાવાદ, સ્પેન દ્વારા કોરોનાને ફ્લૂની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે, અન્ય કેટલાક યુરોપના દેશોએ ગાઈડલાઈનમાં છૂટછાટ આપી છે, જેને લઈ મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વિનર ડોકટર મુકેશ મહેશ્વરીએ કહ્યું કે, અત્યારે ભારત મહામારીના પિક તરફ જઈ રહ્યો છે.

હાલની સ્થિતિએ આપણે જાે કોરોનાને ફલૂ તરીકે જાહેર કરી દઈએ તો પોઝિટિવ રિપોર્ટ આવનાર પણ નિશ્ચિન્ત થઈને બહાર ફરવા લાગશે અને સંક્રમણ ખૂબ વધુ ઝડપથી ફેલાય એવી શક્યતા છે. હજુ આગામી ૧૫ દિવસમાં ભારત કોરોનાના પિકથી પસાર થઈ જાય, હજુ વધુ ડેટા આવી જાય અને કેસો ઘટી જાય તો નિયમોમાં જરૂરથી ઢીલાશ આપવા માટે ડેટાનો અભ્યાસ કરીને વિચાર કરી શકાય.

વધતા કોરોના સંક્રમણ મામલે ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યુ કે, દરેક દેશની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાં કોરોનાના કેટલા વેવ આવ્યા અને વેક્સીનેશન કેટલું થયું છે એ જાેતાં ફ્લૂની શ્રેણીમાં કોરોનાને મુકવો કે નહીં એ અંગે ર્નિણય લેવાઈ રહ્યા છે. સ્પેન સહિત યુરોપના કેટલાક દેશોમાં ૪ થી ૫ કોરોનાના વેવ આવી ચુક્યા છે, તેમજ વેકસીનેશનનું પ્રમાણ ખૂબ ઊંચું છે,

એ સિવાય એ દેશોમાં વર્કફોર્સનું પ્રમાણ ખૂબ ઓછું છે, એ તમામ સમીકરણો જાેતા કોરોનાને ફલૂ તરીકે જાેવાનો ર્નિણય એ દેશો કરી રહ્યા છે. ભારતમાં આપણે હાલ કોરોનાને ફલૂ તરીકે હાલ જાહેર ના કરી શકીએ, હાલ આપણે ગાઈડલાઈન બદલીને દર્દી માટે આઇસોલેશનનો ગાળો ૧૪ દિવસથી ઘટાડી ૭ દિવસનો કર્યો છે. જાે કેસો ખૂબ વધી જાય અને ૧ ટકા દર્દીઓને દાખલ કરવો પડે તો આપણી હેલ્થ સિસ્ટમ પર મોટો લોડ પડી શકે છે.

હાલ કોરોનાં કેસો હજારોની સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે લોકો જાતે જ દવાઓનું સેવન કરવા લાગ્યા છે જેના જવાબમાં તબીબે કહ્યું કે આપણે પાછલી વેવમાં હાઇડ્રોક્સીક્લોરોકવિન, એઝીથ્રોમાઇસીન જેવી દવાઓનો ઉપયોગ કરતા હતા, પણ આ દવાઓનો કોરોનાના ઈલાજમાં કોઈ ઉપયોગ નથી એ સાબિત થયું છે.

મોટાભાગના દર્દીઓ માઈલ્ડ લક્ષણો સાથે પોઝિટિવ આવી રહ્યા છે, જાે બિનજરૂરી રીતે સ્ટીરોઈડ કે ઝીંક જેવી દવા કોઈ લે તો ભવિષ્યમાં મ્યુકોરમાઇકોસીસ જેવી ગંભીર બીમારીનો ભોગ બનવાની શકયતા છે. સેલ્ફ મેડિટેશન હાલ લોકો ના કરે એ અપીલ કરું છું નહીં તો એના પરિણામ ઘાતક આવી શકે છે.

હાલ તમામ ઘરોમાં શરદી, ખાંસી, તાવના લક્ષણો સાથે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે જેને લઈને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે, કેમકે તમામ કિસ્સાઓમાં કોરોના પોઝિટિવ જ હોવું એ જરૂરી નથી જેના જવાબમાં ડોકટરે કહ્યું કે અત્યારે ૩ વાયરસ એક સાથે જાેવા મળી રહ્યા છે.

કોરોના, ઈંન્ફ્લુએન્ઝા, રેસ્પીરેટરી વાયરસ અત્યારે આપણી વચ્ચે છે, કોરોના સિવાય અન્ય વાયરસ શિયાળાની સીઝનમાં સામાન્ય રીતે જાેવા મળે જ છે. અત્યારે જે મુજબ ઓમિક્રોનનું સંક્રમણ ફેલાયું છે એ જાેતાં ૫ માંથી ૪ લોકો કોરોના સંક્રમિત થવાની શક્યતા છે, જાે કે હાલ સાદો ફ્લૂ પણ ખૂબ જાેવા મળી રહ્યો છે.

જાે લક્ષણો હોય તો લોકો ટેસ્ટિંગ કરાવે તો આઇસોલેટ થવા અંગે ખ્યાલ આવશે, અને પરિવારમાં અન્ય લોકોને સુરક્ષિત રાખી શકાશે તેમજ કોરોનાને વધતો અટકાવી શકાશે. પરંતુ શરદી, ખાંસી અને સામાન્ય તાવ આવે એટલે લોકો ટેસ્ટિંગ માટે લાઈન લગાવી રહ્યા છે ત્યારે WHO એ આપેલી ગાઈડલાઈન ફોલો કરવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.