Western Times News

Gujarati News

બંટી અને બબલી વિદેશ ભાગી જવા માગતા હતા

અમદાવાદ, છેલ્લા કેટલાય સમયથી સરકારી નોકરી બાબતે ભરતી કૌભાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસને એક મહત્વની સફળતા હાથ લાગી છે. રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણા નામના બે આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

આ બંને આરોપીઓ પર આરોપ છે કે તેમણે એલઆરડી તેમજ પીએસઆઇની ભરતી મામલે જે પણ પરીક્ષાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમને લાલચ આપી હતી કે તેઓને કોઈપણ જાતની ફિઝિકલ ટેસ્ટ આપ્યા વગર કે રાઇટીંગ ટેસ્ટ આપ્યા વગર તેમને પાસ કરી આપવામાં આવશે. જે માટે તેમને લાખો રૂપિયાની રકમ બંને આરોપીઓને આપવી પડશે.

આરોપીઓએ પરીક્ષાર્થીઓ પાસેથી ૧,૧૦,૦૦૦ થી લઇ ૪,૦૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ મેળવી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણા છેલ્લા પાંચ-છ મહિનાથી એક બીજાના સંપર્કમાં છે. ઈન્સ્ટાગ્રામના માધ્યમથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ક્રિષ્ના ભરડવા જૂનાગઢની વતની છે જ્યારે કે, જેનીશ પરસાણા જામનગર નો વતની હોવાનું સામે આવ્યું છે.

બંને આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી એકબીજાના પ્રેમમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ આગામી સમયમાં બંને એકબીજા સાથે સગાઇ અને ત્યારબાદ લગ્ન કરવાના હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. આરોપીઓએ ૧૦ જેટલા વ્યક્તિઓ પાસેથી રુ. ૧,૧૦,૦૦૦ મેળવ્યા છે. જ્યારે ૨ વ્યક્તિઓ પાસેથી ૪,૦૦,૦૦૦ જેટલા રૂપિયા મેળવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાલાવડ રોડ પર અલગ-અલગ રેસ્ટોરાંમાં પોલીસ ભરતીના ઉમેદવારોને બોલાવી પોતે કેન્દ્રીય મંત્રીની ભત્રીજી હોવાનું નામ આપી બે ડઝન જેટલા ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી બંટી-બબલી નાસી ગયાની જાણ ગાંધીગ્રામ પોલીસને ફરિયાદના આધારે થઈ હતી. જે બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી જાળ બીછાવી ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણાને ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા.

છેલ્લા એક માસ દરમિયાન બંટી-બબલીએ સૌરાષ્ટ્રભરમાં જાળ બીછાવી મોટાભાગે ગ્રામ્યના ઉમેદવારોને શિકાર બનાવતા હતાં ક્રિષ્ના મૂળ જૂનાગઢની છે અને કેન્યા તેના લગ્ન કેન્યામાં થયા હતા જાેકે છૂટાછેડા બાદ લોકડાઉનમાં તે ભારત પરત ફરી હતી. આ દરમિયાન જેનીસ સાથે પરિચય અને પ્રેમ પાંગર્યો હતો.

પોલીસને તેની પાસેથી ક્રિષ્ના શાહ, રુમી પટેલ જેવા અલગ અલગ નામે ઓળખકાર્ડ અને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ મળ્યા હતા. આરોપીઓ ફાઇનલ રીઝલ્ટ આવ્યા પૂર્વે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જાેકે વિદેશ ભાગી જતા પહેલા રુપિયા ભેગ કરવા માટે બંટી બબલીએ આ પ્લાન બનાવ્યો હતો.

પરંતુ ખેલ પાડે તે પૂર્વે જ પકડાઈ ગયા હતા. બંનેએ પોલીસની પૂછપરછમાં કબૂલાત આપતા જ કોવિડ ટેસ્ટ કરીને તેમની ધરપકડ કરવાની કવાયત આદરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.