Western Times News

Gujarati News

કોઈ પક્ષમાં નહીં જોડાવું કહીને વિજય સુવાળા ભાજપમાં જોડાયા

ગાંધીનગર, ગુજરાતી લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને આજે ભાજપમાં જાેડાઈ ગયા છે. ગાંધીનગર ભાજપ કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે વિજય સુવાળાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જાેડાયા બાદ વિજય સુવાળાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપ આજે વિશ્વની સૌથી મોટી સંગઠન ધરાવતી પાર્ટી છે.

ભાજપે મારા સમાજ અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે. સુવાળાએ વધુમાં કહ્યું કે, મારી ત્રણ પેઢી ભાજપની વિચારણા સાથે જાેડાયેલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે. વિજય સુવાળા ભાજપમાં જાેડાતા સીઆર પાટીલે કહ્યું કે, રાત્રિનો ભૂલેલો દિવસે પરત ફર્યો છે અને આજે પોઝિટિવ માહોલ છે. પાટીલે કહ્યું કે, આજે વિજયભાઈની ઘરવાપસી થઈ છે. વિજયભાઈ ભ્રમમાં આવી ગયા હતા અને હવે ઘરે પાછા ફર્યા છે.

હું એમને ભાજપની પાર્ટીમાં આવકારું છું. મહત્વનું છે કે, જૂન ૨૦૨૧માં વિજય સુવાળા આપ નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં આપમાં જાેડાયા હતા. આપમાં જાેડાતી વખતે નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જાેડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં ન્યાય મળે તે માટે હું સરકારો સામે લડાઈ કરી શકું.

તેવું કહેનારા વિજય સુવાળાએ ભાજપમાં જાેડાયા બાદ આપને છોડવાનું સ્પષ્ટ કારણ ન બતાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપમાં જાેડાવાની વાત કહેતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેમના ઘરે ગયા હતા.

જાેકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના ર્નિણયથી ટસના મસ થયા નહોતા. જાે કે, વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગતો પણ હજી બહાર આવી નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પાર્ટી પોતે મજબૂત થવા પ્રયાસ કરી રહી છે.

એવા સમયે ઈસુદાનની સાથે સ્ટેજ શેર કરનારા વિજય સુવાળા ૭ મહિનાની અંદર જ પોતાની વિચારધારા બદલીને ભાજપ કમલમ ખાતે કેસરીયો ધારણ કરી લીધો છે. આ જ જગ્યાએ થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામ સામે આવ્યા હતા અને ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં આપના ઘણા નેતાઓ પર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરીને સાબરમતી જેલ મોકલાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.