Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના ૧૨,૭૫૩ નવા કેસ નોંધાયા

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથવાત રહ્યો છે અને દૈનિક કેસની સંખ્યા સતત વધી રહી છે. વચ્ચે બે દિવસ કેસની સંખ્યા ઘટ્યા બાદ તેમાં મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોવિડ-૧૯ના ૧૨૭૫૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં દૈનિક કેસની સંખ્યા ૪૦૦૦ને પાર થઈ જતા હાહાકાર મચી ગયો છે. એક દિવસમાં ૫૯૮૪ દર્દીઓ સાજા થયા છે અને પાંચ લોકોના મોત થયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને તે ૭૦,૦૦૦ને પાર થઈ ગયા છે. હાલમાં રાજ્યમાં ૭૦,૩૭૪ એક્ટિવ કેસ છે જેમાંથી ૯૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી ૮,૫૮,૪૫૫ લોકોએ કોરોનાને હરાવ્યો છે અને ૧૦,૧૬૪ લોકોના મોત થયા છે.

રિકવરી રેટ ઘટીને ૯૧.૪૨ ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ બે દર્દીઓના મોત થયા છે જ્યારે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને પંચમહાલમાં એક-એક મોત નોંધાયા છે.

રાજ્યમાં અમદાવાદની સ્થિતિ ચિંતાજનક બની રહી છે જેમાં દૈનિક કેસનો આંકડો ૪૦૦૦ને પાર થઈ ગયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૪૦ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧૯૨૧ દર્દીઓ સાજા થયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં ૨૯૫૫ કેસ નોંધાયા છે અને ૧૬૮૦ દર્દીઓ સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં પણ ૧૨૦૭ કેસ નોંધાયા છે.

આ ઉપરાંત સૌથી વધુ કેસ જ્યાં નોંધાયા છે તેમાં સુરત જિલ્લામાં ૪૬૪, રાજકોટ કોર્પોરેશનમાં ૪૬૧, વલસાડમાં ૩૪૦, નવસારીમાં ૩૦૦, ભરૂચમાં ૨૮૪, ગાંધીનગર કોર્પોરેશનમાં ૨૧૨, જામનગર કોર્પોરેશનમાં ૨૧૦, ભાવનગર કોર્પોરેશનમાં ૨૦૨, મોરબીમાં ૧૮૨, મહેસાણામાં ૧૫૨, કચ્છમાં ૧૪૯, પાટણમાં ૧૨૨, રાજકોટ જિલ્લામાં ૧૨૦, વડોદરા જિલ્લામાં ૧૦૬ અને ખેડામાં ૧૦૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં રસીકરણ પણ સતત ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એક દિવસમાં ૨,૬૩,૫૯૩ લોકોએ રસી લીધી છે અને આ સાથે જ રાજ્યમાં રસી લેનારાઓની સંખ્યા ૯,૫૦,૬૨,૪૧૧ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી કુલ ૬,૦૦,૮૨૧ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. જ્યારે ૧૫થી ૧૮ વર્ષના ૨૨,૪૧,૨૪૫ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.