Western Times News

Gujarati News

આ દેશમાં આવેલું અનોખું સ્થળ, જયાં છેલ્લાં ૭૦ વર્ષથી કોઈનું મૃત્યુ થયું નથી

નવી દિલ્લી, ભારત સહિત દુનિયાભરમાં એવી ઘણી અનોખી જગ્યાઓ છે જેના વિશે જાણીને લોકો વિશ્વાસ નહીં કરે. એક એવી જગ્યા છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. આવો અમે તમને આ અનોખા સ્થળ વિશે જણાવીએ, જ્યાં ૭૦ વર્ષમાં એકપણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. તમને આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું છે.

હવે તમે વિચારશો કે ત્યાં કોઈ રહેતું નથી, પણ એવું નથી કે લોકો ત્યાં રહે છે. પરંતુ ૭૦ વર્ષમાં આ અનોખા સ્થળે કોઈનું મૃત્યુ થયું નથી. આ અનોખી જગ્યા નોર્વેમાં છે. અહીં ઘણી સુંદર જગ્યાઓ છે, જેના કારણે તે વિશ્વના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં સામેલ છે. નોર્વેની આ જગ્યાનું નામ લોંગ ઈયરબેન છે.

આ જગ્યાએ કોઈનું મૃત્યુ થઈ શકે નહીં. આનું કારણ જાણીને તમારા મનમાં પ્રશ્ન થશે કે આવું કેમ? નોર્વેને મિડનાઈટ સન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દેશમાં મે મહિનાથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી. અહીં સતત ૭૬ દિવસનો દિવસ રહે છે અને રાત નથી હોતી. અહીંના સ્વાલબાર્ડમાં પણ ૧૦ એપ્રિલથી ૨૩ ઓગસ્ટ સુધી સૂર્યાસ્ત થતો નથી. અહીંના લોંગ ઈયરબેનમાં પ્રશાસને એક કાયદો બનાવ્યો છે, જેના કારણે અહીં લોકો મરી શકતા નથી.

અહીં મનુષ્યના મૃત્યુ પર પ્રતિબંધ છે. નોર્વેના ઉત્તર ધ્રુવમાં સ્થિત લોંગ ઈયરબેનમાં આખું વર્ષ સખત ઠંડી પડે છે, જેના કારણે અહીં મૃતદેહ સડતો નથી.

જેના કારણે પ્રશાસને અહીં મનુષ્યોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ શહેરમાં ૭૦ વર્ષથી કોઈનું મૃત્યુ થયું નથી. આ અનોખા શહેરમાં ખ્રિસ્તી ધર્મના લોકો વધુ રહે છે. વર્ષ ૧૯૧૭માં અહીં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જે ઈન્ફલ્યુએન્ઝાથી પીડિત હતો.

માણસના શરીરને લોંગ ઇયરબેનમાં દફનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીરમાં હજુ પણ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. આ કારણે પ્રશાસને અહીં કોઈના મૃત્યુ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેથી કરીને શહેરને કોઈપણ રોગચાળાથી બચાવી શકાય. આ શહેરની વસ્તી ૨૦૦૦ જેટલી છે.

અહીં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને પ્લેન દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. ત્યારપછી તે જ જગ્યાએ મૃત્યુ બાદ તે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.