Western Times News

Gujarati News

મુલાયમ સિંહનાં પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા

નવીદિલ્હી, આખરે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ આજે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને ભાજપમાં સામેલ કર્યા છે. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યાં હતાં.

ભાજપમાં જાેડાયા બાદ અપર્ણા યાદવે કહ્યું કે, ‘હું હંમેશા ઁસ્ મોદીથી પ્રભાવિત રહી છું. મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે. હું હવે રાષ્ટ્રની આરાધના કરવા બહાર આવી છું. જેમાં હું દરેકનો સહયોગ ઈચ્છું છું.’અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે.

અપર્ણા યાદવે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી. સમાજવાદી પાર્ટીનાં આ ઉમેદવાર ભાજપના રીટા બહુગુણા જાેશી સામે હારી ગયા હતાં. જાે કે, અપર્ણાએ લગભગ ૬૩ હજાર વોટ મેળવ્યા હતાં. બીજી તરફ રીટા બહુગુણા જાેશીના સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી પડી હતી. જેની પર ૨૦૧૯ માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો વિજય થયો હતો અને સુરેશ ચંદ તિવારી ચોથી વખત ધારાસભ્ય બન્યા હતાં.

રીટા બહુગુણા આ સીટ પરથી પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરી રહી છે. અહીંથી અન્ય કેટલાંક દાવેદારો હોવાની પણ ચર્ચા છે. જાે સૂત્રોનું માનીએ તો, ભાજપ અપર્ણાની સીટ બદલવા ઇચ્છે છે, પરંતુ તેણી ચૂંટણી લડવા માટે સહમત છે.

ઉત્તરાખંડની અપર્ણા યાદવ હંમેશા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતી રહે છે. તેમણે રામ મંદિર માટે રૂપિયા ૧૧ લાખ ૧૧ હજારનું દાન પણ આપ્યું હતું. આ સાથે દત્તાત્રેયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ બનવા પર તેમની સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.