Western Times News

Gujarati News

બે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, ૭૦ થી વધુ મેડિકલ સ્ટાફ કોરોનાની ઝપટમાં

FILE

અમદાવાદ, રાજ્યમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં કહેર વરસાવ્યા બાદ હવે આ વાયરસ ભારતમાં ફરી આવ્યો છે. જેની અસર ગુજરાતમાં પણ થઇ રહી છે. રાજ્યમાં સતત વધતા કોરોનાનાં કેસ હવે મેડિકલ સ્ટાફ, સરકાર અને તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

કોરોનાનાં વધતા કેસની અસર હવે રાજ્યનાં મેટ્રો સિટી ગણાતા અમદાવાદમાં જાેવા મળી રહી છે. અહી સ્થિતિ પહેલી અને બીજી લહેરની જેમ ગંભીર બનતી જઇ રહી છે. શહેરની બે મોટી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. બંને સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત મેડિકલ સ્ટાફનો આંક હવે ૮૦ થઇ ગયો છે.

પરિસ્થિતિ સતત ખરાબ થતા હવે તંત્ર પણ ચિંતાનાં વર્તુળમાં આવી ગયુ છે. મળી રહેલી માહિતી અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલમાં સોમવાર સુધી ડોક્ટર, નર્સ, સ્ટાફ સહિત કુલ ૪૪ કર્મચારીઓ સંક્રમિત થા હતા. ગઇ કાલે એટલે કે મંગળવારે તેમાં વધુ ૧૦ નો ઉમેરો થતા અસારવા સિવિલમાં સંક્રમિત મેડિકલ સ્ટાફનો આંક હવે ૫૪ થઇ ગયો છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફમાંથી કુલ ૨૬ કર્મચારીઓ સંક્રમિત થયા છે.

જેમાં ૧૩ ડોક્ટર્સ, ૯ નર્સ, ૩ પેરા મેડિકલ સ્ટાફ અને ૧ સર્વન્ટનો સમાવેશ થાય છે. આમ, બંને સિવિલમાંથી ૩૫ થી વધુ ડોક્ટર્સ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. સોલા સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ પણ કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં સંક્રમિત મોટા ભાગનાં કોરોના વોરિયર્સની હાલત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનો આંક બે લાખને વટાવી ગયો છે. ત્યારે મંગળવારે ગુજરાતમાં કોરોનાનો આંક ખૂબ વધ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે. જી હા, ગુજરાતમાં મંગળવારે ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ ૫,૯૯૮માં નોંધાયા છે.

વળી સુરતમાં પણ આ કેસમા કોઇ ઘટાડો જાેવા મળ્યો નથી. સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૫૬૩ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં ૧,૫૩૯ કેસ, રાજકોટમાં ૧,૩૩૬, વલસાડમાં ૩૧૦ કેસ, ગાંધીનગરમાં ૪૦૯ કેસ, ભરૂચમાં ૨૦૬ કેસ, સુરત ગ્રામ્યમાં ૪૨૩, કેસ, ભાવનગરમાં ૩૯૯ કેસ નોંધાયા છે,જામનગરમાં ૨૫૨, કચ્છમાં કેસ ૧૭૫ નોંધાયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.