Western Times News

Gujarati News

માવઠાના લીધે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

પ્રતિકાત્મક

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે ૨૦ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

જ્યારે ૩૧ જાન્યુઆરી મહેસાણા, દ્વારકા, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ૨૩ જાન્યુઆરી વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.

આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. દરમિયાન જખૌ, માંડવી મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયા કિનારે ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.

નોંધનીય છે કે, આ વર્ષે વાતાવરણમાં પલટો આવવા સાથે સંખ્યાબંધ વખત કમોસમી વરસાદ થયો છે. ત્યારે વધુ એક વખત કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં તાપમાન વધતા લોકોને ઠંડીથી રાહત મળી છે.

પ્રાપ્ત માહિતી અનિસા સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે બે દિવસતી વાતાવરણમાં સામાન્ય પલટો આવતા મહત્તમ તતા લધુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે. જેના કારણે લકોને દિવસે ઠંડીતી સામાન્ય રાહત મળી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.