Western Times News

Gujarati News

ભાજપે ગોવા ચૂંટણી માટે ૩૪ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જારી કર્યું

પણજી, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના રક્ષા મંત્રી મનોહર પારિકરના પુત્ર ઉત્પલ પાર્રિકરને પણજી સીટ માટે ટિકિટ મળી નથી. વર્તમાન ધારાસભ્ય અતનાસિયો મોન્ટેસેરેટને ટિકિટ આપવામાં આવી છે. બીજેપી ગોવા ચૂંટણીના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે, મનોહર પાર્રિકરનો પરિવાર અમારો પરિવાર છે.

ઉત્પલનું નામ બીજી સીટ માટે ચર્ચામાં છે. ઉત્પલને પણજી સિવાય બે સીટ્‌સનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જાે કે, એક સીટ માટે તેમણે ઈનકાર કર્યો હતો. બીજી સીટ પર ચર્ચા જારી છે. આશા છે કે, તે બીજી સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થાય.

ઉત્પલે પણજી સીટ પર કેમ્પેનિંગ શરૂ કરી હતી. ઘરે-ઘરે જઈ લોકોને મત આપવા અપીલ કરી રહ્યાં હતાં. વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાંકલિમ સીટમાંથી ઉભા રહેશે. ભાજપ નેતા અરૂણસિંહે જણાવ્યું હતું કે, અમે ગોવાની ૩ જનરલ સીટ પર એક એસટી, એક જનરલ અને એક એસસી ઉમેદવાર ઉતારી રહ્યાં છે. ૧૨ ઓબીસી ઉમેદવાર અને ૯ લઘુમતિ (ખ્રિસ્તી) ઉમેદવાર છે.

છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકારને સ્થિર અને સતત વિકાસ આપ્યો હોવાનું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ગોવાના ચહેરા બદલાયા પરંતુ વિકાસ જારી રહ્યો. મનોહર પાર્રિકરથી માંડી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સુધી ભાજપે સારી છબી ધરાવતા મુખ્યમંત્રી ગોવાને આપ્યાં છે.

કોંગ્રેસ ગોવાની છબીને બગાડવવા માટે સતત પ્રયાસ કરી રહી હોવાનો દાવો ભાજપ નેતાએ કર્યો છે. જ્યારે ટીએમસી અને એમજીપીના ગઠબંધનનો ઉલ્લેખ કરતાં ફડણવીસે કહ્યું હતુ કે, ટીએમસી સુટકેસના જાેર પર વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. જે ગોવાની પ્રજાને પસંદ નથી. લોકો સમજે છે કે, ટીએમસી એન્ટી હિન્દુ, એન્ટી નેશનલ, અને એન્ટી ડેમોક્રેસી પાર્ટી છે.

આપ પર પણ નિશાન સાંધતા કહ્યું હતુ કે, આપ હંમેશાની જેમ સવારથી સાંજ સુધી જુઠ્ઠાણુ જ ફેલાવે છે. આપ પાર્ટી જુઠ્ઠાણાના પાયા પર ઉભી છે. અગાઉની ચૂંટણીમાં પણ લોકોને આપનો સ્વીકાર કર્યો ન હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.