Western Times News

Gujarati News

વિશ્વભરમાં સરકારી આંકડા કરતા ૪થી ૫ ટકા વધુ મોત,ભારતમાં ૫૦ લાખ મોતનો દાવો!

નવીદિલ્હી, વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે મૃત્યુનો વાસ્તવિક આંકડો સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા બે થી ચાર ગણો વધુ જાેવા મળ્યા છે.

બ્રિટનની પ્રતિષ્ઠિત જર્નલ નેચરે એક સંશોધનના આધારે આ દાવો કર્યો છે.સરકારી આંકડાઓ અનુસાર, કોવિડ -૧૯ રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૫૫ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નેચરમાં પ્રકાશિત એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃત્યુની વાસ્તવિક સંખ્યા આના કરતા અનેકગણી વધારે હોઈ શકે છે.

દુનિયાભરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું વિશ્વના મંચ પર તેમની પ્રતિષ્ઠા અને ઈમેજ ખરાબ થવાના ડરથી વિવિધ દેશો કોવિડ-૧૯નો મૃત્યુદર છુપાવે છે? નેચરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં આ દાવો લંડનના ‘ધ ઈકોનોમિસ્ટ’ મેગેઝિન દ્વારા ઉપયોગમાં લેવાતા ડેટા અને પદ્ધતિઓના આધારે કરવામાં આવ્યો છે. દાવો કર્યો હતો કે કોવિડ-૧૯થી થયેલા વાસ્તવિક મૃત્યુ સરકારી આંકડા કરતા બે થી ચાર ગણા વધારે હોઈ શકે છે.

નેચરમાં પ્રકાશિત થયેલો અહેવાલ મશીન આધારિત પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં એકત્ર કરાયેલા ડેટાના આધારે મૃત્યુને લઈને આ અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સંશોધનમાં, વિશ્વભરના દેશો દ્વારા કોવિડ -૧૯ પીડિતોની જાણ કરવાની રીતોના ઉદાહરણો આપીને આ દાવો કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે, નેધરલેન્ડ્‌સમાં રોગચાળાના શરૂઆતના દિવસોમાં, ફક્ત તે જ લોકોને કોવિડથી મૃત માનવામાં આવ્યા હતા જેઓ ચેપગ્રસ્ત થયા પછી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યાં મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ, બેલ્જિયમમાં શરદીથી પીડિત લોકોના મૃત્યુને પણ પરીક્ષણ વિના કોવિડ -૧૯ થી મૃત્યુ માનવામાં આવે છે.

નેચરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું કોરોના મૃત્યુના આધારે પ્રથમ મૂલ્યાંકન ટૂંક સમયમાં આવી રહ્યું છે. સંસ્થાએ કોરોનાના કારણે મૃત્યુની વાસ્તવિક સંખ્યા જાણવા માટે ઘણા નિષ્ણાતોના અભિપ્રાય લીધા છે. આ આંકડાઓની સરખામણી પાંચ વર્ષ પહેલા થયેલા મૃત્યુના આંકડા સાથે કરવામાં આવશે.

ડબ્લ્યુએમડી ડેટા અનુસાર, ૨૦૨૧ના અંત સુધીમાં રશિયામાં કોરોનાના કારણે ૩ લાખથી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ વાસ્તવિક મૃત્યુઆંક ૧૦ લાખને પાર કરી શકે છે.

એ જ રીતે, ભારત અને ચીન સહિત ૧૦૦ થી વધુ દેશોમાં વધારાના મૃત્યુના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. તેનું કારણ એ હોઈ શકે છે કે આ દેશોની સરકાર મૃત્યુના આંકડા એકત્ર કરી રહી નથી અથવા તેને ઝડપથી પ્રકાશિત કરવામાં આવી રહી નથી. જ્યારે આ દેશોમાં કોવિડ-૧૯ને કારણે લાખો લોકોના મોત થયા છે.

ગયા વર્ષે કોરોનાના બીજા મોજા દરમિયાન ભારતમાં મૃત્યુનો તાંડવ જાેવા મળ્યો હતો. દેશમાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૪,૮૭,૦૦૦ થી વધુ લોકોના મોત નોંધાયા છે.

પરંતુ ઈકોનોમિસ્ટના આ મોડલના આધારે દેશમાં ૫૦ લાખથી વધુ મોતનો અંદાજ લગાવવામાં આવ્યો છે.એ જ રીતે, રોગચાળાનું કેન્દ્ર બનેલા ચીનમાં મૃત્યુનો સત્તાવાર આંકડો ૪૬૦૦ નોંધવામાં આવ્યો છે, જ્યારે ઉપરોક્ત મોડેલના આધારે ૧૫૦ ગણા વધુ મૃત્યુનો અંદાજ છે. સંશોધન મુજબ ચીનમાં મહામારીને કારણે ૭.૫૦ લાખથી વધુ લોકોના મોત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.