Western Times News

Gujarati News

મણિનગર લૂંટ કેસના આરોપી ગણતરીની કલાકોમાં પોલીસની ગિરફ્તમાં આવ્યા

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મણિનગર વિસ્તારમાં બે દિવસ પહેલા એક લૂંટની ઘટના સામે આવી. જાેકે મણિનગર પોલીસે તે લૂંટની ઘટનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

મણિનગર પોલીસ ગિરફતમાં આવેલા બંને શખ્સોના નામ છે. જીતેન્દ્રસિંહ ઝાલા અને શ્યામ ઉર્ફે શૂટર રાદડિયા. કે જેઓને મણિનગર પોલીસે લૂંટના ગુનામાં બાતમી આધારે ઝડપી લીધા છે. ઘટનામાં એ રીતે બની કે બે દિવસ પહેલા મણિનગરમાં આવેલ ઝઘડિયા બ્રિજ પરથી એક વ્યક્તિ નોકરી પુરી કરી ઘરે પરત ફરી રહ્યો હતો.

ત્યારે બંને શખ્સો બાઇક પર તે વ્યક્તિ પાસે પહોંચ્યા અને તેને તીક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસે રહેલ મોબાઈલ. રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવી. એટલું જ નહીં પણ આરોપીએ ભોગ બનનારને તેના બાઇક પર બેસાડી હાટકેશ્વરમાં સેવનથ ડે સ્કૂલ પાસે છ્‌સ્ પર રૂપિયા ઉપાડવા લઈ ગયા.

જાેકે ભોગ બનનારે ખોટો પિન નાખતા નાણાં ઉપડયા નહિ અને બાદમાં બીજા એટીએમ પર જતાં ભોગ બનનાર મોકો જાેઈને નાસી ગયો અને છુપાઈ જતા તેનો બચાવ થયો. જે ઘટનામાં ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી.

સમગ્ર ઘટનાની મણિનગર પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જેમાં પોલીસે ઘટનાને લઈને ત્વરિત સીસીટીવીની તપાસ હાથ ધરી. જેના આધારે બાઇક નંબર પરથી આરોપીઓની ઓળખ મેળવી લીધી બાદમાં આરોપીઓ એક સ્થળેથી પસાર થઇ રહ્યા હતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ રાખી બંનેને ઝડપી પાડ્યા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે પકડાયેલ આરોપીમાં જીતેન્દ્ર ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી. જાેકે શ્યામ ઉર્ફે શૂટર સામે ૪ મહિના પહેલા સરદાર નગર વિસ્તારમાં મારામારીનો ગુનો દાખલ થયાનું સામે આવ્યું છે. જે બને આરોપી પાસેથી મણિનગર પોલીસે લૂંટ નો સામાન કબજે કરી તપાસ શરૂ કરી છે.

હાલ તો પોલીસે લૂંટના ગુનામાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લૂંટનો સામાન કબજે કરી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે રાત્રી સમયે એકલા નીકળતા લોકોએ આ ઘટના પરથી સતર્ક રહેવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. જેથી ફરી કોઈ આવી ઘટનાનો ભોગ ન બને.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.