Western Times News

Gujarati News

ગુજરાતી પરિવાર માટે કેનેડામાં પ્રાર્થના સભાનું કરાયું આયોજન

નવી દિલ્હી, કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરતા -૩૫ ડિગ્રી તાપમાનમાં મૃત્યુ પામેલા ચાર વ્યક્તિ ગુજરાતીઓ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ પરિવાર ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના પટેલ પરિવારના હોવાની ચર્ચાથી ચકચાર મચી ગઈ છે. જે બાદ કેનેડામાં વસતા ગુજરાતી સમાજે પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવા આ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે.

મૃતકો અંગે હજી અધિકારીઓએ પુષ્ટી કરી નથી કે કોઇ માહિતી આપી નથી. કેનેડામાં વસતા ગુજરાતી સમાજના અગ્રણી હેમંત શાહે જણાવ્યુ હતુ કે, આ સમાચાર સાંભળીને અમારા હૃદય થીજી ગયા છે. આ અંગે એક વાત કહીશ કે, અમારી કોરી આંખો અને ભીના હૈયા છે અમારા. હું અહીં ૪૮ વર્ષથી રહું છું.

અત્યારની ઠંડીમાં અમે જાે બહાર જઇએ તો તરત કામ પતાવી પાછા આવી જઇએ. તો આ લોકો કઇ રીતે ગયા તે સમજાતું નથી. એટલા માટે અમે ભેગા થઇને વિચાર્યું કે અમે ભગવાન પાસે કાંઇ માંગીએ. આખા કેનેડાના ગુજરાતીઓ હાલ સ્તબ્ધ છે કે, આવું આ લોકોએ કઇ રીતે કર્યું? તેમણે વધુમાં જણાવ્યુ કે, આ અંગે ઉત્તર ગુજરાતમાં રહેતા તેમના પરિવાર સાથે અમારી કોઇ વાત થઇ નથી પરંતુ વાત કરવા માટેના પ્રયાસો ચાલુ છે.

હાલ તેમના મૃતકોના પરિવારે પણ આ અંગેની કોઇ પુષ્ટી કરી નથી. અમારી વિનંતી એ જ છે કે, આવું કામ ફરી કોઇ ન કરે. આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો અંગે ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીને આધારે તેમને કલોલના એક શકમંદ એજન્ટને પકડ્યો છે. જેની પૂછપરછ ચાલી રહી છે.

અધિકારીઓએ ઓળખ છતી ન કરવા સાવચેતી રાખી છે. કારણ કે, આ સમાચારમાં કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમાચારની ચર્ચા પ્રમાણે, અમેરિકામાં ગેરકાયદેસર જવા માંગતા અને કેનેડાની બોર્ડર પર હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામેલા ચાર સભ્યો ગુજરાતનાં ડીંગુચા ગામના હતા.

જેથી ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરવા ગઈ હોવાાની ચર્ચા ચાલી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંધે મીડિયાને જણાવતા આ અંગે ખુલાસા કર્યા હતા. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, અમારા લેવલે કેનેડામાં જે ચાર લોકો મૃત્યુ પામ્યા છે તે બાબતે કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી.

ખરેખર તુર્કીસ્તાનમાં મેસેજની તપાસ કરવા ટીમ ડીંગુચા ગઈ હતી. પરંતુ તે દંપતી સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે, મળતી માહિતી પ્રમાણે, યુએસમાં ગેરકાયદેસર ઘુસાડવામાં મોટાભાગના એજન્ટો મહેસાણા, કલોલ, અમદાવાદ, ગાંધીનગર તેમજ ચરોતરના શહેરો અને સુરતમાં એક્ટિવ છે. આ એજન્ટ બ્લેકમાં લોકોને યુરોપથી અથવા કેનેડા થઈને અમેરિકાની બોર્ડમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.